ચંદન ચોર ટોળકી ત્રાટકી:પાલનપુરના લક્ષ્મણપુરા ગામે 3 ચંદનના ઝાડની ચોરી

પાલનપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25 ઝાડને નુકસાનપખેડૂતે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી

પાલનપુર તાલુકાના લક્ષ્મણપુરા ગામે શનિવારે ચંદન ચોર ટોળકી ત્રાટકી બે ખેડૂતના ખતેરમાં ઉભેલ ચંદનના ત્રણ ઝાડ કાપીતેમજ 25 જેટલા નાના મોટા ઝાડને નુકશાન કરી ચોરી જતા ગામમાં ફફડાટ મચ્યો હતો. પાલનપુર તાલુકાના લક્ષ્મણપુરા ગામના હરિભાઈ નાથાભાઈ કુગશીયાના અને રામાંભાઈ નાથાભાઈ કુગશીયાના ખેતરમાં શનિવારે રાત્રે ચંદન ચોર ત્રાટકી ત્રણ ચંદનના ઝાડને કટિંગ કરી ચોરી જતા ગામમાં ફફડાટ મચી ગયો હતો.

તેમજ ખેતરના શેઢે ઉભેલ અન્ય નાના મોટા 25 ચંદનના ઝાડને નુકશાન કરતા બન્ને ખેડૂતોએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.જ્યાં ચંદનના વૃક્ષની ચોરી કરવા આવેલા ચોરોએ ચંદનનુ વૃક્ષ પરિપક્વ છે કે નહીં તે જાણવા કાપી નુકશાન કર્યું હતું.આ અંગે ખેડૂતોએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.

વડગામ બાદ પાલનપુરમાં ઝાડની ચોરી
વડગામ તાલુકાના સમશેરપુરા ગામે પાંચ ખેડૂતના ખેતરમાંથી રૂ. 13 લાખના ચંદનના વૃક્ષ કાપી ચોરી કરી બાદ શનિવારે પાલનપુરના લક્ષ્મણપુરા ગામે ત્રણ ચંદનની ચોરી તેમજ 25 ઝાડને નુકશાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...