પાલનપુરના મોટી ભટામલ ગામના 24 વર્ષના યુવાને 17 વીઘામાં પપૈયાની ખેતી કરી છે જે હાલમાં વાર્ષિક 24 લાખ કમાણી કરી રહ્યો છે. પાલનપુર તાલુકાના મોટી ભટામલ ગામના અને નિવૃત સીઆઇએસએફ કરશનભાઇ ચૌધરીનો 24 વર્ષનો પુત્ર અશ્વિનભાઈ કરશનભાઈ ચૌધરી ધો.11માં હતો ત્યારથી ખેતી કરી રહ્યો છે.જેમને હાલમાં પોતાની 17 વીઘા જમીનમાં 9500 પપૈયાના રોપા વાવ્યા છે.જે હાલમાં એક આઈપીએએસ કરતા પણ વધુ કમાણી કરી રહ્યા છે.3
આ બાબતે અશ્વિનભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, હું ધો.11માં અભ્યાસ કરતો ત્યારથી ખેતીમાં રસ રાખું છું.ત્યારબાદ હું એમ.એ.નો અભ્યાસ કર્યો છે પરંતુ હાલમાં સરકારી નોકરીમાં હરીફાઈ હોવાના કારણે જલ્દી નોકરી કરવી મુશ્કેલ બની છે ત્યારે ભણતર મૂકી વારસાગત પિતાની ખેતી કરું છું જ્યાં હાલમાં અમારી 17 વીઘા જમીનમાં પપૈયા 9500ના રોપા ઉછેર્યા હતા જેમની ઉજપ મેળવતા હું વાર્ષિક રૂ.24 લાખ કમાઉ છું.
પપૈયાની માંગ ક્યાં વધુ રહે છે
પપૈયાની માંગ માર્ચ મહિનાથી આઠ મહિના સુધી હોય છે જેમની માંગ હાલમાં રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને કાશ્મીરમાં વધુ છે.વેપારીઓ પોતે સંપર્ક કરી ડાયરેક ખેતરમાંથી પપૈયા લઈ જાય છે.
ખેતરના શેઠે 600 રોપા ચંદનના રોપ્યા
પાલનપુર તાલુકાના મોટી ભટામલ ગામના અશ્વિનભાઈ ચૌધરી નાની ઉંમરે સારી કમાણી કરી રહ્યા છે,જ્યાં હાલમાં પપૈયાની સાથે સાથે ખેતરના શેઠે 600 રોપા ચંદનના રોપ્યા ઉછેર્યા છે.જેમની કિલોની કિંમત 3000 છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.