બનાસકાંઠા જિલ્લામાં ભણેલા યુવાઓ ખેતીમાં અવનવી ખેતી કરી કાઠું કાઢી રહ્યા છે. ત્યારે પાલનપુર તાલુકાના મલાણા ગામના એમ એ નો અભ્યાસ કરી રહેલ યુવાનએ સૌપ્રથમવાર બે એકર જમીનમાં જીરેનિયમની ખેતી કરી છે. જીરેનિયમ સુગંધીદાર હોવાથી તેમાંથી કોસ્મેટીક આઇટમો બને છે.
પાલનપુર તાલુકાના મલાણા ગામના દિનેશભાઈ ચેલાભાઈ (હુણ) ચૌધરી 2019થી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં હતા. જ્યારે આ યુવા ખેડૂતોએ સૌ પ્રથમ પાલનપુર પંથકમાં જીરેનિયમની ખેતી કરી છે. આ અંગે યુવા ખેડૂતએ જણાવ્યું હતું કે, ‘અમને વિચાર આવ્યો કે ખેડૂતો ખેતી તો કરે છે આપણે કંઈક અલગ ખેતી કરીએ ત્યારે અમે ખેતીની રિસર્ચ કરી અને ઓછા પાણીમાં જીરેનિયમની ખેતી કરી શકાય તે માટે મહારાષ્ટ્રના નાસિકમાં જઈને માહિતી લીધી હતી.
અને ત્યાંથી રૂ.96,000 જીરેનિયમના 16000 રોપા લાવ્યા હતા. તે રોપા અમે ગામડે આવી બે એકર જમીનમાં રોપ્યા હતા. હાલમાં તે રોપા મોટા થયા છે જે દર ત્રણ મહિને કટિંગ કરવામાં આવે છે. આ રોપા ત્રણ વર્ષ સુધી ખેતરમાં રહે છે. આ છોડના એક લીટર તેલમાંથી રૂ.11,500 હજાર સુધી મળવાની શક્યતા છે.
જીરેનિયમમાંથી વિવિધ વસ્તુ બને
જીરેનિયમનો રોપો ખુબ સુગઁદિત હોય છે. જેમાંથી કોસ્મેટિક ચીજવસ્તુ જેવી કે, સાબુ, અગરબત્તી, અત્તર, પરફ્યુમ વગેરે આઈટમ બને છે.
સુગંધી હોવાથી પ્રાણી બગાડ કરતાં નથી
‘આ ખેતીમાં સુગંધ હોવાથી કોઈ પ્રાણી બગાડ નથી કરતું તેમાં ફક્ત ઉંધઈ અને ચોમાસામાં પાનના ટપકાંનો રોગ ભાગ્યે જ આવે છે.’ડો.યોગેશ પવાર (વૈજ્ઞાનિક બાગાયતે વિભાગ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.