આત્મહત્યા:ભાભર નવામાં ધમકી આપતાં યુવકે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરતાં ચકચાર

પાલનપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવકના મોબાઇલમાંથી ધમકીભર્યુ રેકોર્ડિંગ મળતાં બે સામે ગુનો

ભાભર નવા ગામના યુવકે સપ્તાહ અગાઉ ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કર્યો હતો. જેના મોબાઇલમાં બે શખ્સોએ ધમકી આપી હોવાનું રેકોર્ડિંગ મળતાં તેમના ત્રાસથી આપઘાત કર્યો હોવાની યુવકની માતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગામના જ બે શખ્સો સામે આપઘાત માટે દુષ્પ્રેરણનો ગૂનો નોંધી તપાસ હાથ ધરી હતી. નવા ગામના પિન્ટુભા જેઠુભા રાઠોડે સપ્તાહ અગાઉ હિરપુરા રેલવે ફાટક નજીક ટ્રેન નીચે આપઘાત કર્યો હતો.

દરમિયાન યુવક જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે ગામનો સિધ્ધરાજસિંહ કિતુભા રાઠોડે તુ મારી દીકરી સાથે પ્રેમ સબંધ કેમ રાખે છે તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જ્યારે મૃતક યુવકના ફોનમાંથી મળેલા રેકોર્ડિંગમાં સુરેશસિંહ સિધ્ધરાજસિંહ રાઠોડ જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું ખુલ્યું હતુ. બંને જણાએ ત્રાસ આપતાં પિન્ટુભાએ આપઘાત કર્યો હોવાની ફરિયાદ મૃતકની માતા ક્રિષ્નાબા જેઠુભા રાઠોડે પોલીસ મથકે નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...