રાજીનામું:પાલનપુર નગરપાલિકાના મહિલા પ્રમુખે રાજીનામું આપ્યું, આગામી 12 સપ્ટેબરના રોજ નવા પ્રમુખની વરણી થશે

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને અટકળોનું બજાર ગરમ બન્યું

પાલનપુર નગરપાલિકામાં સત્તાની આપસી ખેંચતાણ વચ્ચે મહિલા પ્રમુખે રાજીનામું આપ્યું છે. હવે 12મી સપ્ટેમ્બરે 12 વાગે નવા પ્રમુખની વરણી થશે. ત્યારે નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને અટકળોનું બજાર ગરમ બન્યું છે.

12 સપ્ટેબરે નવા પ્રમુખની વરણી થશે
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના મહિલા પ્રમુખે પક્ષના જિલ્લાના મોવડી મંડળના આદેશ મુજબ રાજીનામું ધરી દીધું હતું. ત્યારબાદ ઇન્ચાર્જ પ્રમુખ તરીકે ઉપપ્રમુખ હસમુખ પઢીયારે પદભાર સંભાળ્યો છે. જોકે, મહિલા પ્રમુખની સીટ હોઈ પાલિકાના નવા પ્રમુખની વરણી માટે આગામી તા.12 સપ્ટેબરના બાર વાગે પાલિકાની સભા મળશે. જેમાં નવા પ્રમુખની વરણી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...