• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • The Winner Of The Navavaskanth Team Defeated The Dhagadia Team In The Final Match Of The Cricket Tournament Held In Daata And Adopted The Man Of The Series.

ક્રિકેટ ટૂર્નામેન્ટ:દાતામાં આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ધાગડીયાની ટીમને હરાવી નવાવાસકાંઠ ટીમ વિજેતા, મેન ઓફ ધી સીરીઝ રહેલા ખેલાડીને દત્તક લેવાયો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાંતા તાલુકાની કુલ 70 જેટલી ટીમોએ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો
  • ઉત્તમ પ્રદર્શન કરનારને દત્તક લઈ ક્રિકેટ ક્ષેત્રે આગળ વધવા માટેની તમામ મદદની જાહેરાત કરાઈ

બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાના શબરી સેના સાંઢોસી ઝોન દ્વારા આયોજિત બિરસા મુંડા ક્રિકેટ ટૂર્નામેન્ટની આજે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં નવાવાસકાંઠ ટીમ વિજેતા બની હતી અને ધાગડીયા ટીમ ઉપવિજેતા રહી હતી. આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં દાંતા તાલુકાની કુલ 70 ટીમોએ ભાગ લીધો હતો, દાંતા તાલુકામાં પ્રથમવાર આટલા મોટા પ્રમાણમાં ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન થયું હતું. જેને લઈ યુવાનોમાં ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ સમગ્ર ટૂર્નામેન્ટમાં ઉત્તમ પ્રદર્શન કરનાર અને મેન ઓફ ધી સીરીઝ ખેલાડી શ્રવણભાઈ કોદરવીને શબરી ફાઉન્ડેશન દ્વારા દત્તક લેવાની ડો હેમરાજ રાણા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ક્રિકેટ ક્ષેત્રે આગળ વધવા માટેની તમામ મદદ કરવાની સાથે હવે પછી તેમને ટીવીમાં જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શબરી ફાઉન્ડેશન અને ડો હેમરાજ રાણાની આગવી પહેલને દાંતા તાલુકાના યુવાનોએ હર્ષભેર વધાવી લીધી હતી. તેમની યુવાનો માટેની સારી ભાવનાની સરાહના કરી હતી.

આ ટૂર્નામેન્ટના સમાપન સમારોહમાં ડી બી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર અંબાજી, ડો હેમરાજ રાણા પ્રમુખ શબરી ફાઉન્ડેશન, મણીલાલ ડાભી પ્રમુખ શબરી સેના સાંઢોસી ઝોન, મનુભાઈ કોદરવી પ્રમુખ ભાજપ આદિજાતી મોર્ચો દાંતા તાલુકો, અન્નપુર્ણાબેન ડાભી પ્રમુખ ભાજપ મહિલા મોર્ચો દાંતા તાલુકો, દાંતા વિધાનસભા આઈટી સહ ઈન્ચાર્જ વિરેન્દ્રસિંહ બડગુર્જર, આજુ બાજુના ગામોના સરપંચો ડેપ્યુટી સરપંચો, આગેવાનો, સાગર પ્રજાપતિ ભાજપ યુવા મોર્ચા મહામંત્રી દાંતા તાલુકા વગેરે સહિત મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...