ફરીયાદ:પાલનપુરની પરિણીતાને ગાંધીનગરના સાસરિયાંએ દહેજ માગી ખદેડી મૂકી

પાલનપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર ઢુંઢીયાવાડીની પરણીતાને ગાંધીનગરના સાસરિયાંના લોકો દ્વારા માનસિક તેમજ શારીરિક ત્રાસ આપી દહેજની માંગણી કરી કાઢી મુકતા પરણીતાએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પતિ, સાસુ-સસરા સામે ગુનો નોંધાવ્યો હતો.

પાલનપુર ઢુંઢીયાવાડીમાં રહેતી રંજનબેન મેહુલકુમાર ઓડના બે વર્ષ અગાઉ ગાંધીનગર ચિલોડા ખાતે કરાયા હતા.ત્યારે પરિવારે દહેજ પેટે સોના ચાંદીના દાગીના આપેલ હતા.શરૂઆતમાં સાસરિયાના લોકો રંજનબેનને સારી રીતે રાખતા હતા. દરમિયાન રંજનબેન ઘરનું તમામ કામ કરતા તેમ છતાં સાસુ ભૂલો કાઢી બોલવા લાગતા તારી માંએ કશું શીખવાડ્યું નથી તેમ કહી મહેણાં ટોણા મારતી તેમજ ગડદાપાટુનો માર મારતા ત્યારે પરણીતાએ તેના પતિ મેહુલને વાત કરી ત્યારે સાસુ શારદાબેન બન્ને કહેવા લાગ્યા કે, તું તારા માં બાપના ઘરેથી કઈ લઈને આવેલ નથી અને તારે અહીંયા રહેવું હોય તો તારા ઘરેથી પચાસ હજાર રૂપિયા મંગાવી દે તેમ કહી શારીરિક ત્રાસ તેમજ દહેજની માંગણી કરી કાઢી મુકી હતી.

તેણીએ આ અંગે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પતિ મેહુલકુમાર ભોગીલાલ ઓડ, સાસુ શારદાબેન ભોગીલાલ ઓડ અને સસરા ભોગીલાલ ગોવિંદજી ઓડ (રહે.નાના ચિલોડા રિંગ રોડ સમોર,ગાંધીનગર) સામે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...