સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા લાખણી તાલુકાના 32 ગામોને પાણી મળી રહે તે માટે આગથળા ગામે સંપ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે કામગીરી દરમિયાન જાહેર માર્ગ રોડ-રસ્તા ખોદીને પાઇપ લાઇન નંખાયેલ છે. પરંતુ ખોદાયેલ રોડ-રસ્તાઓ કામ થયા બાદ રિપેર ન કરાતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.
લાખણી વિસ્તારના ગામડાઓમાં પીવાના પાણી પુરા પાડતા ગ્રામપંચાયત દ્વારા ચાલતા અમુક બોર બંધ થવાથી ગામમાં રહેતા લોકોને પીવાના પાણીની સમસ્યાઓ વાંરવાર સર્જાતી હતી. પ્રજાજનોને માથે બેડાં ઉપાડીને તેમજ ખેતરોમાંથી ટેન્કર દ્વારા પાણી લાવવું પડતું હતું. ત્યારે સરકાર દ્વારા લાખણી તાલુકાના આગથળા ગામે સરકાર દ્વારા સંપ બનાવી લાખણી પંથકના 32 ગામોને પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગામેગામ પાણી પહોંચાડવાની કામગીરી ચાલુ છે. પાણીની પાઇપ લાઈનો નંખાયેલ છે.
જેના કારણે અમુક જગ્યાએ રોડ રસ્તાનું ખોદકામ થઇ રહેલ છે. પણ રસ્તાઓ ખોદયા પછી રિપેર કરવામાં આવ્યા નથી. આથી રોડ પર પડેલા ખાડાઓના કારણે વાહનચાલકો અને રાહદારી, ગ્રામજનોને હાલાકીઓ ભોગવવી પડી રહી છે. આથી તંત્ર દ્વારા આવા ખાડાઓ પુરવામાં આવે તેવી માંગણી પ્રવર્તી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.