પાલનપુરમાં આબુહાઇવે નજીક હનુમાનટેકરી વિસ્તારમાં આવેલી આઠ સોસાયટીઓમાં રસ્તા અને ઉભરાતી ગટરોની સમસ્યાથી રહિશો ત્રાહિમામ પોકારી ગયા છે. નગરપાલિકા તેમજ સ્થાનિક નગરસેવકોને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ આવતો ન હોઇ નર્કાગારની સ્થિતિમાં જીવન ગુજારી રહ્યા છે. હવે પાલનપુરમાં ભાજપના શાશન સાથે ધારાસભ્ય પણ ભાજપના ચૂંટાયા છે. ત્યારે વર્ષો જુની આ સમસ્યાઓનો અંત આવશે તેવી લોકો આશા સેવી રહ્યા છે.
પાલનપુર શહેરમાં આબુ હાઇવે હનુમાન ટેકરી નજીક આવેલી નવજીવન, જીવન જયોત, કૈલાસનગર, અહમદી- મહમદી, આનંદનગર, ચાણકયપુરી, રામનગર સોસાયટીઓની દિવ્ય ભાસ્કરની ટીમે સોમવારે રૂબરૂ મુલાકાત લીધી હતી.
ભાજપના ધારાસભ્ય સમસ્યા હલ કરશે તેવી આશા છે
પાલનપુરમાં છેલ્લી બે ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાતા હતા. સામે નગરપાલિકા ભાજપની હતી. આથી સમસ્યાઓનો ઉકેલ આવતો ન હતો. હવે ભાજપના ધારાસભ્ય ચૂંટાયા છે. તેઓ અમારી સમસ્યાઓ હલ કરશે તેવી આશા છે. > સોનલબેન જોષી (જીવન જ્યોત સોસાયટી)
100 વખત રજૂઆત કરી છે કોઇ સાંભળતું નથી
આઠથી દસ સોસાયટીઓમાં રસ્તા, ગટર અને ગંદા પાણીની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે નગરપાલિકામાં 100થી વધુ વખત રજૂઆતો કરી છે. પરંતુ કોઇ ઉકેલ આવતો નથી. > રેખાબેન જાદવ (આનંદનગર સોસાયટી)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.