• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • The Three Dams, Which Are Considered As The Lifeline Of Banaskantha District, Are Empty During Monsoons, The Concern Of Earthlings Has Increased.

છેલ્લા ચાર વર્ષથી ડેમ ખાલી:ભરચોમાસે બનાસકાંઠા જિલ્લાની જીવા દોરી સમાન ગણાતા ત્રણેય ડેમ ખાલીખમ, ધરતીપુત્રોની ચિંતા વધી

બનાસકાંઠા (પાલનપુર)5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાંતીવાડામાં ડેમમાં 9.38, મુક્તેશ્વરમાં 3 ટકા અને સિપુમાં 0.39 ટકા પાણી

બનાસકાંઠાની જીવા દોરી સમાન ગણાતા જિલ્લાના ત્રણ જળાશયોની પરિસ્થિતિ ગંભીર બની છે. ભર ચોમાસે ત્રણેય ડેમ ખાલી ખમ જોવા મળી રહ્યા છે. દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમમાં પાણી ન હોવાને કારણે જિલ્લામાં આવનારો સમય પાણી માટે મુશ્કેલીઓ ભર્યો બનશે એવુ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. દાંતીવાડા ડેમમાં 9.38 ટકા, મુક્તેસ્વમાં 3 ટકા અને સિપુમાં 0.39 ટકા પાણી છે. જેને લઇને જિલ્લાના ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

ખેડૂતોની ચિંતામાં વધારો
ગુજરાતનાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓ ડેમ તેમજ તળાવો છલકાયા છે, ચારે બાજુ પાણી જ પાણી છે. તો બીજી તરફ ઉતર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદને લઇ ખેડૂતો ચિંતામાં છે. જિલ્લાનાં સૌથી મોટા ત્રણ જળાશયો ખાલી ખમ જેવી પરિસ્થિતિમાં છે. સીપુ ડેમ તો એક વર્ષથી ખાલીખમ છે. જ્યારે દાંતીવાડા ડેમમાં નહિવત માત્ર 9.38 ટકા પાણી છે. તેમજ મુક્તેશ્વર ડેમમાં 3.38 ટકા પાણી છે. ત્યારે ભરચોમાસે જીવાદોરી સમાન આ ડેમ ખાલી ખમ રહેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 2017માં પૂર આવ્યા બાદ છેલ્લા ચાર વર્ષથી ચોમાસુ નબળું રહેતા અને ઉપરવાસમાં વરસાદ ન પડવાને કારણે આ ડેમોમાં પાણી આવ્યું નથી. સિંચાઇનું પાણી ખેડૂતો માટે બંધ છે, પરંતુ હવે આવનાર સમયમાં જો વરસાદ નહિ આવે તો પીવાના પાણીના પણ વલખા મારવા પડે એવી પરિસ્થિતિ સર્જાય તેવા એંધાણ જોવા મલી રહ્યા છે.

બોરના તળ ઉંડા ગયા
દાંતીવાડા સીપુ અને મુક્તેશ્વર ડેમમાંથી જિલ્લાના અનેક ગામડાઓને પાણીનો લાભ આપવામાં આવતો હોય છે, પરંતુ હવે ડેમ ખાલી થઈ જતાં ગામડાઓમાં પણ પાણી પહોંચાડવું મુશ્કેલ છે. બનાસકાંઠામાં નહિવત વરસાદને કારણે બોરના તળ ઉંડા ગયા છે. કૂવામાં પાણી ખાલી છે અને જમીનમાં પાણીનું લેવલ પણ નીચું ગયું છે. ત્યારે ખેતી કેવી રીતે કરવી એ તો વિકટ પ્રશ્નો છે જ સાથે સાથે પશુપાલન કરતા પશુપાલકો પણ મુશ્કેલીમાં છે. જે પ્રકારે છેલ્લા ચાર વર્ષથી વરસાદ નથી અને ઉપરવાસમાં પણ વરસાદ ન પડવાને કારણે જિલ્લાના મોટાભાગના જળાશયો ખાલી ખમ છે, ત્યારે આવનાર સમય મુશ્કેલીઓનો સમય હશે તેવું કહી શકાય.

અન્ય સમાચારો પણ છે...