ઠગાઈ:મોબાઇલ ટાવર ઉભો કરવાની લાલચ આપી ઠગાઈનો કારસો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વાવના બીએસએફ જવાને મોબાઈલ ટાવર ઊભું કરવાની વાતોમાં આવી જઈ રૂપિયા દોઢ લાખ ભરી દીધા, સાયબર ક્રાઈમ બ્રાન્ચે નાણાં પરત અપાવ્યા
  • સરપંચોને એડવાન્સ રૂ.૩ લાખ, મહિને રૂપિયા 25000 ભાડુ અને એક વ્યક્તિને રૂ.18000 પગાર આપવાની લાલચ આપતા પત્રો પોસ્ટ થયા

બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગામોમાં મોબાઈલ ટાવર ઊભો કરવાની લાલચ આપી સાયબર ક્રાઇમ આચરતી ટોળકી સક્રિય થઈ છે.જેમાં સરપંચોને મોબાઇલ ટાવર ઊભું કરવાના પત્રો મળી રહ્યા છે. જેમાં રજીસ્ટ્રેશનના નામે રકમ ભરવાનું જણાવી તેની સામે મસમોટી રકમ, ટાવરનું ભાડું તેમજ એક વ્યક્તિને પગારથી નોકરી રાખવાની લાલચ આપવામાં આવી રહી છે.ત્યારે વાવના બીએસએફ જવાને પણ ભોળવાઈ જઈ રૂપિયા દોઢ લાખ ભરી દીધા હતા.જોકે છેતરાયાનો અહેસાસ થતાં ફરિયાદ નોંધાવતાં સાયબર ક્રાઈમ બ્રાન્ચે નાણાં પરત અપાવ્યા હતા.જોકે લેભાગુ ટોળકીથી સાવચેત રહેવા પોલીસ દ્વારા તાકીદ કરાઈ છે.

રાજ્યમાં સાયબર ક્રાઇમ આચરતી ટોળકી બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડાઓના સરપંચોને છેતરપિંડીના નિશાન બનાવવાનું કારસ્તાન ઘડ્યું છે. આ અંગે બનાસકાંઠા સાયબર ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, બેસ્ટન ઇન્ડિયા કંપની ના નામથી સરપંચ ને પત્રો મોકલવામાં આવી રહ્યા છે. હિન્દી અને અંગ્રેજીમાં લખાણ સાથે પોસ્ટ થઈ રહેલા પત્રોમાં એવું જણાવાયું છે કે નક્કી કરેલા ગામોમાં ટાવર ઉભા કરવા માટે 100 ગજ જમીનની જરૂરિયાત છે. અને છત માટે 50 ગજ જમીનની જરૂરિયાત છે.

નાણાકીય વ્યવહાર કર્યા પછી 15 દિવસમાં કંપની એગ્રીમેન્ટ કરવા આવશે. જેના માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે એક કંપનીના એકાઉન્ટમાં રૂપિયા 3100 જમા કરાવવાના રહેશે. જોકે આ પત્રોનો અભ્યાસ કર્યા પછી તે ફ્રોડ હોવાનું બહાર આવ્યું છે. આવા પત્રો મળે તો કોઈપણ નાણાકીય વ્યવહાર ન કરવા માટે સલાહ આપવામાં આવે છે. જો છેતરપિંડી થઈ ચૂકી હોય તો ઈમરજન્સી નંબર 1930 ઉપર તાત્કાલિક જાણ કરવા જણાવવામાં આવે છે.

વાવના બીએસએફ જવાને દોઢ લાખ ભર્યા પછી છેતરાયા હોવાની જાણ થઈ
સાઇબર ક્રાઇમ આચરતી ટોળકીને ભોગ અગાઉ વાવના બીએસએફ જવાન બની ચૂક્યા છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચના સુત્રોએ જણાવ્યું કે, વર્ષ 2019-20માં બીએસએફના જવાન ભોળવાઈ ગયા હતા. અને રૂપિયા એક લાખ કરતા વધુની રકમ ફ્રોડ કંપનીમાં ભરી દીધી હતી. જોકે, પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું જાણવા મળતા બનાસકાંઠા સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને વાવ પોલીસ દ્વારા તેમને આ રકમ પરત અપાવી હતી.

મોબાઇલ ટાવર ઉભું કરવાના નામે ન નાણા ભરવા પોલીસ દ્વારા તાકીદ કરાઈ
બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં સરપંચોને મોબાઇલ ટાવર ઊભું કરવાના પત્રો મળી રહ્યા છે. જેમાં રજીસ્ટ્રેશનના નામે રકમ ભરવાનું જણાવી તેની સામે મસમોટી રકમ, ટાવરનું ભાડું તેમજ એક વ્યક્તિને પગારથી નોકરી રાખવાની લાલચ આપવામાં આવી રહી છે. જોકે, બનાસકાંઠા સાઇબર ક્રાઇમ બ્રાંચે આ પત્રનો અભ્યાસ કર્યા બાદ તે ફ્રોડ હોવાનું બહાર આવ્યું છે. અને આવા પત્ર મલ્યેથી કોઇ નાણાંકીય વ્યવહાર ન કરવા સરપંચ તેમજ અન્ય વ્યક્તિઓને સલાહ આપવામાં આવી છે.

પત્રમાં મોટી રકમની લાલચ અપાઈ છે
કંપનીના નામે પોસ્ટ કરાયેલા પત્રોમાં જે સરપંચ પોતાના ગામમાં ટાવર માટે એગ્રીમેન્ટ કરવા તૈયાર થાય તેમને રૂપિયા 30,00,000 એડવાન્સ આપવામાં આવશે. ટાવર ના ભાડા પેટે મહિને રૂપિયા 25000 ચૂકવવામાં આવશે. તેમજ ટાવરની દેખભાળ માટે સરપંચના પરિવારના જે એક વ્યક્તિને મહિને રૂપિયા 18 હજારના પગારથી રાખવામાં આવશે તેવી લાલચ અપાય છે.

અન્ય સમાચારો પણ છે...