સારવાર:ગઢ 108ની ટીમે ભારે વરસાદ વચ્ચે પ્રસૂતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો

પાલનપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાંગીયા (મડાણા) ની મહિલાની સારવાર કરી ચંડીસર ખસેડાયા

પાલનપુર તાલુકાના ડાંગીયા (મડાણા) ગામે ભારે વરસાદ વચ્ચે પરિણીતાને પ્રસુતિની પીડા ઉપડી હતી. જ્યાં ગઢ 108 એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા પ્રસુતાને 108 એમ્બુલન્સ માં સફળ પ્રસુતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. પાલનપુર તાલુકાના ગઢ 108 ને રવિવારે સાંજે ભારે વરસાદ વચ્ચે ડાંગીયા (મડાણા) ગામમાંથી પ્રસુતિનો કોલ મળતાં ઈએમટી પુનમજી ઠાકોર અને પાઈલટ જગદીશભાઇ પરમાર 108 એમ્બુલન્સ લઈ તાત્કાલિક ત્યાં પહોચ્યા હતા.

ઇએમટી અને પાયલટે પ્રસૂતાને 108 માં લીધા પછી હોસ્પિટલમાં લઈ જતી વખતે રસ્તામાં માતાને વધારે દુખાવો હોવાથી એમ્બ્યુલન્સ રોડ સાઈડમાં ઉભી રાખીને નોર્મલ ડિલિવરી થી સફળ પ્રસુતિ કરાવી માતા-બાળકનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ માતા અને બાળક ને ચંડીસર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.પરિવાર માં બાળકનો જન્મ થતા આનંદ છવાયો હતો. જેમણે 108 ની કામગીરીની પ્રસંશા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...