બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘએ તલાટી મંડળના આંદોલનને ટેકો જાહેર કર્યો છે. અને જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષકો તલાટીઓની હડતાલ દરમિયાન ગ્રામસભા નહિ યોજે. બનાસકાંઠા સહિત રાજ્યભરમાં તલાટીઓ હડતાલ પર ઉતરતા ગ્રામ સભાની શિક્ષકોને જવાબદારી અપાઈ હતી.
તેવામાં રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સૂચના નું પાલન કરતાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે તાલુકા શિક્ષક સંઘને લેખિત આદેશ કરી શાળાના આચાર્ય અને શિક્ષકોને લેખિત આદેશ પાઠવીને જણાવ્યું હતું કે "રાજ્યતલાટી મહામંડળ બીજી ઓગસ્ટ થી અચોક્કસ મુદતની હડતાલ પર હોવાથી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓ દ્વારા યોજવાના અને કામગીરી કરવાના પત્ર તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યા છે.
આ બાબતે આપણા સંઘે તલાટી મહામંડળની હડતાલને ટેકો જાહેર કર્યો છે. ગ્રામસભા એ શિક્ષણ અને શિક્ષકોને લગતી કામગીરી નથી અને રાષ્ટ્રીય કામગીરી પણ નથી. આમ શિક્ષણ સમિતિ બનાસકાંઠા હસ્તકની સરકારી પ્રાથમિક શાળાના આચાર્યો અને શિક્ષકોએ ગ્રામસભાની કામગીરીથી દૂર રહેવાનો આદેશ કરવામાં આવે છે જેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે."
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.