બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. જેમાં કુલ જિલ્લાના 9 તાલુકા લંપી વાયરસની જપેટમાં આવ્યા છે વધતાં જતાં લંપી વાયરસના કહેર વચ્ચે આજે 228 જેવા પશુઓ પર રોગની અસર જોવા મળી છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 138 ગામોમાં પશુઓમાં લંપી વાયરસની અસર દેખાઈ છે.
9 તાલુકા મા 138 ગામમાં 1610 પશુઓને અસર, કુલ 25 વધુ પશુઓના મોત
બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. જેમાં આજે નવા 228 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે. જોકે જિલ્લાના કુલ 9 તાલુકાઓમાં પશુ ઉપર લંપી વાયરસની અસર જોવા મળી છે જેમાં કુલ જિલ્લાના 138 ગામોમાં પશુઓમાં લંપી વાયરસ કેસ સામે આવ્યા છે. કુલ 1610 પશુઓને લંપી વાઇરસની અસર જોવા મળી છે. જેમાં 25 પશુઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. વધતા જતા લંપી વાયરસના કહેર વચ્ચે વહીવટીતંત્રએ ટીમો ને સર્વેની કામગીરી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.