અકસ્માત:ચંડીસર નજીક બસનું સ્ટેરિંગ લોક થઈ જતાં ડીવાઇડર પર ચઢી ગઈ

પાલનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર મુસાફરોને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા

પાલનપુર - ડીસા હાઇવે ઉપર ચંડીસર નજીક બુધવારે બપોરના સુમારે બસનું સ્ટેરિ_ગ લોક થતાં ડીવાઇડર ઉપર ચઢી ગઇ હતી. જેમાં ચાર મુસાફરોને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા.પાલનપુર- ડીસા હાઇવે ઉપર બુધવારે બપોરના સુમારે ચંડીસર નજીક બસને અકસ્માત નડ્યો હતો.

થરાદ ડેપોની એસટીબસ લઈ ચાલક પરબતભાઈ સાવધાન ભાઈ ઓડ હિંમતનગર જઈ રહ્યા હતા ત્યારે ચંડીસર હાઈવે પર આવેલા પેટ્રોલ પંપની સામે સ્ટેરીંગ લોક થઇ ગયું હતુ. આથી બસ ડિવાઈડર પણ ચડી ગઈ હતી. અકસ્માતમાં બસનો કાચ તૂટી ગયો હતો જે ચાલકને વાગ્યો હતો તેમજ મુસાફરોને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી જેમાં એક મુસાફરને ફેક્ચર થઈ ગયું હતું. ઇજાગ્રસ્તોને પાલનપુર, ચંડીસર અને દાંતીવાડાની 108માં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે જે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...