કાર્યવાહી:વડગામના કોદરામમાં તું કેમ મજૂરી કરી હતી તેમ કહી પુત્રએ માતાને ધોકો માર્યો

પાલનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતાએ વડગામ પોલીસ મથકે પુત્ર સામે ગુનો નોંધાયો

વડગામ તાલુકાના કોદરામ ગામ માતા રસોડાનું કામ કરી ઘરે પરત ફરી ત્યારે પુત્રએ કહ્યું તું કેમ મજૂરી કરી હતી તેમ કહી ગુસ્સામાં આવી માથામાં ધોકો મારતા વડગામ પોલીસ મથકે માતાએ પુત્ર સામે ગુનો નોંધાયો હતો. પાલનપુરના ખસા ગામની રેખાબેન બાબુભાઈ પરમાર જેઓ મજુરી માટે પોતાના પિયર વડગામ તાલુકાના કોદરામ ગામે રહે છે.જ્યાં ગુરુવારે સાંજના આઠ વાગ્યાના સુમારે રેખાબેન રસોડાનું કામ કરી ઘરે આવે ત્યારે પુત્ર સાવન ઘરે હતો અને કહેવા લાગ્યો કે તું ક્યાં ગયેલી હતી.

જેથી માતાએ કહ્યું કે ગામમાં રસોડામાં મજૂરીએ ગઈ હતી.જેથી પુત્રે સાવને કહ્યું તું રસોડામાં મજૂરી કરવા કેમ ગઈ ગુસ્સે થઈ બાજુમાં પડેલ ધોકો માતાને માથામાં મારેલ ત્યારે સરપંચ અને પાડોશીઓએ વચ્ચે પડી બચાવેલ અને પુત્ર સાવને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહેલ ત્યારબાદ માતા રેખાબેનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ માતા રેખાબેન પરમારે પુત્ર સાવનકુમાર પરમાર સામે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...