• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • The Sarpanch Of Lakhni's Madal Village Wrote To The Police Saying, 'Alcohol Is Being Sold Openly In The Fields In The Evening, Please Take Action.'

અમારા ગામમાં દારૂ બંધ કરાવો:લાખણીના મડાલ ગામના સરપંચે પત્ર લખી પોલીસને કહ્યું, 'સાંજના સમયે ખેતરોમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, મહેરબાની કરીને કાર્યવાહી કરો'

બનાસકાંઠા (પાલનપુર)10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી થતી નથી

લાખણી તાલુકાના મડાલ ગામના સરપંચે ગામમાં દારૂના અડ્ડા બંધ કરાવવા પોલીસને પત્ર લખી રજૂઆત કરી છે. સરપંચે પત્રમાં જણાવ્યુ છે કે, ગામમાં દેશી તેમજ વિદેશી દારૂનું દુષણ ખૂબ જ વધી ગયું છે. સાંજના સમયે કાયદેસર બુટલેગરો દેશી તેમજ વિદેશી દારૂ ગામમાં જ ખેતરમાં ખુલ્લેઆમ વેચતા નજરે પડે છે. આવનાર ભવિષ્યમાં લઠ્ઠાકાંડથી બચી શકાય જેને લઇ સરપંચ પોલીસને પત્ર લખ્યો છે.

દારૂ કોણ વહેંચે છે તેની જમાદારને ખબર છે
લાખણી તાલુકાના મડાલ સરપંચે પોલીસ દારૂના અડ્ડા બંધ કરાવવા પત્ર લખ્યો છે. જેમાં મડાલ ગામમાં દેશી તેમજ વિદેશી દારૂનું દૂષણ ખૂબ જ વધી ગયું છે અને સાંજના સમયે તો કાયદેસર બુટલેગરો દેશી તેમજ વિદેશી દારૂ ગામમાં તેમજ ખેતરમાં ખુલ્લેઆમ વેચતા નજરે પડે છે. આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં અને સમજાવવા છતાં પણ દારૂ ગાળવાનું તેમજ વેચવાનું બંધ કરતા નથી. આ બાબતને અમારા બીટ જમાદારને પણ વારંવાર મૌખિક રજૂઆત કરેલી છે અને તેમને પણ ખબર છે કે મડાલ ગામમાં દેશી તેમજ વિદેશી દારૂનું વેચાણ કરતા તત્વો કોણ કોણ છે. આવા તત્વો સામે અગાઉ પણ કેસ કરેલ છે તો આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનાર ભવિષ્યમાં લઠ્ઠાકાંડથી બચી શકાય જેવો પત્ર મડાલ ગામના સરપંચે પોલીસને લખી રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...