• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • The Sarpanch Of Lakhni's Jadiyali Village Beat A Drum And Said 'Strict Action Will Be Taken If Anyone Sells, Distills Or Drinks Liquor In The Village'.

સરપંચની કડક સૂચના:લાખણીના જડીયાલી ગામના સરપંચે ગામમાં ઢોલ વગડાવીને કહ્યું- 'ગામમાં કોઇ દારૂ વેચશે, ગાળશે કે પીશે તો કડકમાં કડક કાર્યવાહી કરાશે'

બનાસકાંઠા (પાલનપુર)15 દિવસ પહેલા
  • જિલ્લામાં એક બાદ એક ગામના સરપંચaમાં દારૂને લઈ કડાકાઈ જોવા મળી રહી છે

બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક સરપંચો દ્વારા પોલીસને પત્ર લખી ગામમાં દારૂ બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી રહી છે. જેમાં લાખણી તાલુકાના જડીયાલી ગામના સરપંચ દ્વારા ગામમાં ઢોલ વગાડી દારુ બંધ કરવા સૂચન કરવામાં આવ્યું છે. દારૂ વેચનાર કે પીનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચન આપ્યું છે.

કડક કાર્યવાહીની સૂચના
ગુજરાતમાં લઠ્ઠાકાંડને લઈ બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક ગામના સરપંચમાં દારૂને લઈ કડાકાઈ જોવા મળી રહી છે. જેમાં કેટલાક સરપંચોએ પોલીસને પત્ર નથી પોતાના ગામમાં દારૂ બંધ કરાવવા રજૂઆત કરી છે. જ્યારે લાખણી તાલુકાના જડીયાલી ગામના સરપંચે ગામમાં ઢોલ વગાડી ગામના લોકોને સૂચન કર્યું છે. સમગ્ર ગામમાં ઢોલ વગાડીને ગમના લોકોને સૂચનાઓ આપવામાં આવી છે કે, જે જડીયાલી ગામમાં દારૂ વેચશે, ગાળશે કે પીશે તો તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...