બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ચેખલા ગામના સરપંચે ગામમાં દારૂનું વેચાણ બંધ કરાવવા શિહોરી પોલીસ સ્ટેશનમાં પત્ર લખી રજૂઆત કરી છે. સાંજના સમયે પોલીસ આકસ્મિક વિઝિટ કરે તેવી માંગ પત્રમાં કરી છે. રાજ્યમાં લઠ્ઠાકાંડ સામે આવ્યાં બાદ અનેક સ્થળે પોલીસે રેડ કરીને દારૂ ઝડપી પાડ્યો છે. ત્યારે કાંકરેજના ચેખલાના સરપંચે પોતાના ગામમાં વેચાતા દારૂને લઇ પોલીસને રજૂઆત કરતો પત્ર લખ્યો છે જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
દેશી વિદેશી દારૂના વેચાણ બંધ કરાવવા માગ
ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટના વચ્ચે કાંકરેજના ચેખલા ગામના સરપંચે શિહોરી પોલીસ સ્ટેશન ખાતે પત્ર લખી દારૂનું દુષણ બંધ કરાવવા રજૂઆત કરી છે. જેમાં ચેખલા ગામના સરપંચે પત્રમાં જણાવ્યું છે કે, ગામ પંચાયત વિસ્તારમાં ચાલતા દેશી વિદેશી દારૂના વેચાણ બંધ કરાવવા વિનંતી છે. દારૂના દૂષણથી અકસ્માત, ઘરની બરબાદી, ખોટા વિખવાદો, પૈસાની બરબાદી થતી હોઈ ગામમાં દારૂ બંધ કરાવી આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. પોલીસ દ્વારા સાંજના સમયે આકસ્મિક વિઝિટ કરવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.