શહેરી અવદશા:પાલનપુરના બારડપુરા વિસ્તારનો માર્ગ બિસ્માર બન્યો,ગલીઓમાં ભૂવા પડ્યા

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આબુ હાઇવે પર પાણી ભરાતા વાહનો અટવાયા, આકેસણ નજીકનું અંડરબ્રિજનું બીજા દિવસે પણ વરસાદી પાણી ભરાયેલુ

પાલનપુરમાં સોમવારે પડેલા વરસાદના કારણે કોટ વિસ્તારમાં વરસાદી નદી વહી હતી.જેને લઇ બારડપુરા વિસ્તારનો માર્ગ બિસ્માર બન્યો હતો. તેમજ કોટ વિસ્તારમાં સહિત શહેરના અનેક ગલીઓમાં ભુવા પડતા સ્થાનિક રહીશો અટવાયા હતા.પાલનપુર શહેરમાં સોમવારે ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેને લઇ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. તેમજ પાલનપુર આબુ હાઇવે પર પાણી ભરાતા મંગળવાર સાંજ સુધી વરસાદી પાણી ઓસર્યું ન હતું જેને લઈ વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાંથી ધીમેધીમે પસાર થવું પડયું હતું.

તેમજ સોમવારે બારડપુરા વિસ્તારમાં વરસાદી પાણીની નદી વહી હતી જેને લઇ મંગળવારે તે વિસ્તારનો માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળ્યો હતો. તેમજ કોટ વિસ્તારમાં આવેલ અનેક નાની ગલીઓમાં ભુવા પડ્યા હતા જેને લઈ સ્થાનિક રહીશો ચાલવામાં અટવાયા હતા. તેમજ અમદાવાદ હાઇવે નીચે આવેલ અંડર બ્રિજમાં સોમવારે આવેલ વરસાદમાં પાણી ભરાયા હતા. જે મંગળવાર સુધી અસર્યું ન હતું જેને લઈ વાહકચાલકો ફરીને જવા મજબૂર બન્યા હતા.

બનાસકાંઠામાં બીજા દિવસે છુટા છવાયા ઝાપટા
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે દિવસભર વાદળછાયા વાતાવરણ સાથે વરસાદે ખમૈયા કર્યા હતા. જ્યાં જિલ્લામાં છુટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. રવિવારે પડેલા ભારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ હવે ખેડૂતો વાવેતર માટે વરસાદ થોભવાની રાહ જોઈ રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે શનિવારે રાત્રે શરૂ થયેલો વરસાદ રવિવારે ધોધમાર પડ્યા બાદ સોમવારે છૂટાછવાયા વરસાદી ઝાપટામાં ફેરવાયો હતો. જિલ્લાના મોટાભાગના શહેરોમાં માર્ગો ધોવાયા હોવાથી વરસાદી પાણી ભરાયેલા પડ્યા હોય વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ઉનાળુ બાજરીનું મોડું વાવેતર કરનાર ખેડૂતો ચોમાસુ વાવેતર કરવા માટે ખેતરો ખેડૂતને મૂક્યા છે પરંતુ વરસાદ પડે જતો હોય ખેતરો વરાપતા નથી. ત્યારે હવે વરસાદ ખમૈયા કરે તેવી રાહ જોઈને બેઠા છે.

અન્ય સમાચારો પણ છે...