વિવાદ:સામઢીરામપુરા શાળાના આચાર્ય,શિક્ષકો સમયસર ન આવતા વાલીઓનો હોબાળો

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોની અનિયમિતતાને લીધે બાળકોના અભ્યાસ પર અસર થાય છે:વાલીઓ
  • બાળકો નબળા હોય તો શિક્ષકો શુ કરે, મારા ઉપરના આક્ષેપો ખોટા છે: આચાર્ય

પાલનપુરના સામઢી ગામ ખાતે આવેલી રામપુરા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષકો સમયસર શાળામાં ન આવતાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળતા વાલીઓએ સોમવારે હોબાળો મચાવી 20થી વધુ બાળકોના એલ.સી લઈ અન્ય સ્કૂલમાં અભ્યાસ માટે બેસાડવા માટેની કાર્યવાહી વાલીઓએ હાથ ધરતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચ્યો છે. સામઢી રામપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 5 સુધીના વર્ગ આવેલા છે જેમાં કુલ 40 જેટલા બાળકો અભ્યાસ કરે છે

પરંતુ છેલ્લા ઘણા સમયથી શિક્ષણ કથળતા વાલીઓએ શાળાના આચાર્યની બદલી કરવા માટે તાલુકા અને જિલ્લામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં બદલી ન થતા તેમજ શિક્ષણમાં કોઈ સુધારો ન થતા સોમવારે મોટી સંખ્યામાં વાલીઓ શાળા કમ્પાઉન્ડમાં પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ કરી બાળકોના એલ.સી મેળવી અન્ય સ્કૂલમાં ભણવા બેસાડવા માટે મજબૂર બન્યા હતા.

આ બાબતે વાલીઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, શાળામાં શિક્ષકો બાળકોને સારું શિક્ષણ આપતા નથી અને શિક્ષકો સમયસર શાળાએ આવતા પણ નથી અને જો વાલીઓ શાળામાં કોઈ રજૂઆત કરવા જાય તો તેઓને કોઈ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી જેથી અમે આ અમારા બાળકોના સર્ટી મેળવી લઈ બાળકોને અન્ય સ્કૂલમાં બેસાડવા માટે મજબૂર બન્યા છે

આ બાબતે શાળાના આચાર્ય પૂંજાભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે હું અનુસૂચિત સમાજનો હોવાથી મને સાહેબ કહેવુ લોકોને ગમતું નથી તે માટે મારી બદલી કરવા માટે મજબૂર કરવામાં આવે છે અને મારી બદલી કરવા માટે વારંવાર અરજીઓ કરવામાં આવે છે તેમના બાળકો નબળા હોય તો શિક્ષકો શુ કરે શિક્ષકો સમયસર આવી બાળકોને અભ્યાસ કરાવે છે.

અન્ય સમાચારો પણ છે...