મુસાફરોને રાહત:37.28 કરોડના ખર્ચ નિર્માણ પામેલા પાલનપુર બસ પોર્ટનું 4 જૂને મુખ્યમંત્રી લોકાર્પણ કરશે

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સી.એમ. વડગામના સીસરાણા ખાતે નિર્માણ પામનાર 220 કે.વી.સબ સ્ટેશનનું ઇ-ખાતમૂર્હત કરશે
  • મુખ્યમંત્રીના કાર્યક્રમને અનુલક્ષી કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

પાલનપુરમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે રૂ.37.28 કરોડના ખર્ચથી આઇકોનિક બસ પોર્ટ નિર્માણ પામ્યું છે. જેનું તા. 4 જૂન-2022ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરાશે અને વડગામ તાલુકાના સીસરાણા ખાતે નિર્માણ પામનાર 220 કે. વી. સબ સ્ટેશનનું ઇ-ખાતમૂર્હત કરશે.

આ પ્રસંગે પાલનપુર ખાતે યોજાનાર સેવા સેતુ કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે મુખ્યમંત્રીના આ કાર્યક્રમોને અનુલક્ષી પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્યમંત્રી ના કાર્યક્રમને સંદર્ભે પ્રોટોકોલ પ્રમાણે કરવાની થતી કામગીરી અંગે કલેકટરએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને એમ. વી. ઓમ્ની શાયોના બી.આઇ.પી.એલ. પાલનપુર પ્રા. લિ. દ્વારા બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે રૂ. 37.28 કરોડના ખર્ચથી આઇકોનિક બસ પોર્ટ બનાવવામાં આવ્યું છે. બનાસકાંઠા એસ.ટી. ડિવીઝન દ્વારા દિવસ દરમિયાન કુલ- 1920 ટ્રીપો ચલાવી જિલ્લાના લોકોને પરિવહન સુવિધા પુરી પાડવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...