પાલનપુર પાલિકામાં ભંગાર વેચાણ મામલે પાલિકાના વિપક્ષ નેતાએ તત્કાલીન ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેન સામે ફરિયાદ નોંધાવી છે. પાલિકાની એંગલો, સાયકલો, ટ્રેક્ટર જેવા ભંગારના વેચાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપને લઈ નક્કી થયેલા ભાવ કરતા નીચા ભાવે ભંગારનો માલ વેચી દીધાના આક્ષેપો કર્યા છે. પાલિકા વિપક્ષ નેતા અંકિતાબેન ઠાકોરે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા મામલો બન્યો ટોક અપ ધ ટાઉન બન્યો છે.
આ અંગે પાલનપુર પાલિકા કોંગ્રેસ વિપક્ષ નેતા અંકિતાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, પાલનપુર પાલિકામાં સોમવારથી લેખિત કારોબારી ચેરમેન અને ચીફઓફિસર કહ્યું હતું. આ પાલનપુ નું ભંગાર કયા ગયું અને કોને આપ્યું. અમે વારંવાર કીધું માહિતી આપો 40 લાખનો મુદ્દામાલ હતો. 19 લાખની કિંમત કરી હતી કે, 19 લાખના અંદર આપવું નહિ ચેરમેન અને ભાજપવાળા જે શાસનમાં બેઠા છે, એમને 12 લાખમાં આ ભંગાર આપી દીધુ. સ્ક્રેપવાળા ને સ્ક્રેપવાળા એ પણ રોકડા પૈસા આપ્યા છે. GStની ચોરી કરી છે. વારંવાર સત્તાધીસોને કહ્યું એમાં કૌભાંડ થયું છે, ના છૂટકે આજે મારે પોલીસ નો સહારો લેવો પડ્યો છે. પાલનપુરની પ્રજાના ટેક્સના પૈસા હતા અને પાલનપુરની પ્રજા લાભના મળતો હોઈતો કઈ નહીં પણ આ સત્તામાં બેઠા છે એ લોકો પાલનપુરની પ્રજાને ઉલ્લુ બનાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.