અકસ્માત કે આપઘાત?:અમીરગઢના રેલવે ટ્રેક પરથી યુવક-યુવતીનો કપાયેલો મૃતદેહ મળી આવ્યો, ઘટનાસ્થળે લોકટોળું ઉમટ્યું

પાલનપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
  • યુવક અને યુવકના મૃતદેહને અમીરગઢ રેફરલમાં પીએમ અર્થે ખસેડાયા

અમીરગઢ નજીક રેલવે ટ્રેક પર અજાણ્યા યુવક-યુવતીનો કપાયેલો મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. રાત્રી દરમિયાન અમીરગઢના રેલવે ટ્રેક નજીક એક યુવક અને એક યુવતી રેલવેની અડફેટે કપાયેલી હાલતમાં મળી આવ્યા હતા. જો કે બંનેએ સજોડે આપઘાત કર્યો કે બંનેનો અકસ્માત થયો છે એ લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે. બનાવના પગલે સ્થાનિકોએ અમીરગઢ પોલીસને જાણ કરી હતી, જેમણે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીક રેલવે ટ્રેક પરથી એક યુવક અને એક યુવતીનો કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. રાત્રી દરમિયાન અજાણ્યા યુવક અને યુવતીનો રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળી આવતાં સ્થાનિક લોકોનાં ટોળેટોળાં જોવા ઉમટ્યાં હતાં. જોકે સ્થાનિક લોકોએ અમીરગઢ પોલીસને જાણ કરતાં અમીરગઢ પોલીસે રેલવે ટ્રેક પર પહોંચી યુવક અને યુવતીના મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો. ઉપરાંત યુવક અને યુવતીનીના પરિવારની શોધખોળ હાથ ધરી હતી. અમરગઢ પોલીસે આ યુવક અને યુવતીના મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદાકીય તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...