નિવેદન:વાવના ધારાસભ્યએ ભાજપની રણનીતિના વખાણ કર્યા,આખી સરકાર બદલી નાખે તોય કોઈ ન બોલે

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસની સ્થિતિ મામલે ગેનીબેને બળાપો કાઢી કહ્યું,આપણે કોંગ્રેસમાં કંઈજ વધ્યું નથી તો ખબર નથી રોજ શેના ભાગ પડવાના રહી ગયા છે
  • ચાંગા ગામે ધારાસભ્યનો ઋણ સ્વીકાર કાર્યક્રમમાં ગેનીબેનનું નિવેદન

કાંકરેજના ચાંગા ગામે સોમવારે ધારાસભ્ય અમૃતજી ઠાકોરનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો.જેમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત માં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપની સ્ટ્રેટર્જીના વખાણ કરતાં કહ્યું કે આખી સરકાર બદલી નાખે,જેની ટિકિટ કાપવી હોય એ કાપે તોય કોઈ ન બોલે.કોંગ્રેસની સ્થિતિ મામલે બળાપો કાઢી કહ્યું,આપણે કોંગ્રેસમાં કંઈજ વધ્યું નથી તો ખબર નથી રોજ શેના ભાગ પડવાના રહી ગયા છે.તેમના આ નિવેદનને સૌને ચોંકાવ્યા હતા.પોતાની વ્યથા વ્યક્ત કરીને આખી કોંગ્રેસની કારોબારીને ધરમૂળથી ફેર બદલીની તરફેણ કરી હતી.

કાંકરેજ તાલુકાના ચાંગા ગામે ધારાસભ્ય અમૃતજી ઠાકોરના ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો જ્યાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસ આગેવાનોની ઉપસ્થિતિમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપની કાર્યશૈલીના ભારોભાર વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આવનાર સમયમાં નવું સંગઠન ઊભું કરવું પડે, વર્ષોથી એકના એક છે.

ગેનીબેન ઠાકોરે ભાજપની કાર્યશૈલીના ભારોભાર વખાણ કર્યા
તેમણે જણાવ્યું હતું કે "ભાજપની સ્ટ્રેટર્જી જુઓ,આખી સરકાર બદલી નાખે, મુખ્યમંત્રી બદલી નાખે, જેની ટિકિટ કાપવી હોય એ કાપે તોય કોઈ ન બોલે, આપણે કોંગ્રેસમાં કંઈજ વધ્યું નથી તો ખબર નથી રોજ શેના ભાગ પડવાના રહી ગયા છે ? મને 1.2 લાખ મત મળ્યા તો આમાંથી બે હજાર જ 5 વર્ષ લોહી પીવાના છે.ટિકિટ પણ એમને જોઈએ, કોન્ટ્રાક્ટ પણ એમને જોઈએ, પૈસા પણ એમને જોઈએ અને ગાડી પણ એમને જોઈએ. પાછા એ કે ત્યાં હાજર થવાનું. આ બધું બે હજાર વાળા નેજ જોઈએ. બાકીના 1 લાખ તો કંઈજ બોલતા નથી.

અન્ય સમાચારો પણ છે...