પોલીસની સરાહનીય કામગીરી:શિહોરીમાંથી ગુમ બાળકને પોલીસે કલાકોમાં શોધી માતા-પિતાને સોંપ્યું

શિહોરીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકના પરિવારે શિહોરી પોલીસનો આભાર માન્યો

શિહોરી ત્રણ રસ્તા ખાતે સોમવારે એક સાત વર્ષનું બાળક તેના માતાપિતા સાથે બજારમાં આવ્યું હતું. ત્યારબાદ અચાનક બજારમાં ક્યાંક ગુમ થઇ ગયેલ ત્યારે તેના માતાપિતાએ બજારમાં શોધખોળ કરેલ પરંતુ ક્યાંય બાળક મળેલ નહીં ત્યારબાદ પરિવારે શિહોરી પી.એસ.આઇ એ.કે.દેસાઈનો સંપર્ક કરતાની સાથે પોલીસે તાત્કાલીક અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા ચેક કરી અને બજારમાં લોકોની પુછપરછ કરી તપાસ કરતા બાળક દીઓદર બસ્ટેન્ડ ખાતેથી મળી આવેલ જે બાળકનું નામ સચિન દશરથભાઈ ઓડ (રહે.ઉંબરી, તા કાંકરેજ) હતું.

આ બાળક કોઈક અજાણી સ્ત્રીને તેની માતા સમજી બસમાં કોઈક સ્ત્રી પાછળ છોડી ગયેલ હતું અને બસમાંથી દિયોદર બસસ્ટેન્ડ ખાતે ઉતારી દીધેલ.ત્યારબાદ શિહોરી પોલીસએ બાળકને પોતાના માતા-પિતાને સુપ્રત કર્યું હતું. શિહોરી પોલીસને ઉત્તમ કામગીરીને લઈ પરિવાર તેમજ શહેરીજનો આભાર વ્યક્ત કર્યો હતો. તસ્વીર-સજ્જનસિંહ સોલંકી

અન્ય સમાચારો પણ છે...