ફરિયાદ:આકેસણની ડેરીમાં દૂધનું સેમ્પલ માંગતા મંત્રી ઉપર ચાર શખ્સોએ હુમલો કર્યો

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મંત્રીએ ફરિયાદ કરતાં પોલીસે ચારેય સામે ગુનો નોંધ્યો

પાલનપુર તાલુકાના આકેસણ ગામે દુધ મંડળીના મંત્રીએ ગ્રાહકના દુધનું સેમ્પલ માગતા ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ તેમની ઉપર હુમલો કર્યો હતો. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પાલનપુર તાલુકાના આકેસણ ગામે આવેલ દુધ ડેરીમાં દુધ ભરાવવા આવેલ વિનોદભાઇ ફતાભાઇ ખરસાણ (ચૌધરી)નું દૂધ શંકાસ્પદ જણાતા તેમના પશુઓના દૂધનું સેમ્પલ માંગવામાં આવ્યુ હતુ.

જેથી વિનોદભાઇ, દિનેશભાઇ ફતાભાઇ ખરસાણ(ચૌધરી), ચેતનભાઇ શામળભાઇ ખરસાણ(ચૌધરી) અને રાયસંગભાઇ ડોહજીભાઇ ખરસાણ(ચૌધરી)એ ડેરીના કર્મચારી સાથે ઝપાઝપી કરી હતી. તેમજ ડેરીના મંત્રી કાળીદાસ લક્ષ્મણભાઇ ખરસાણ (ચૌધરી)ને ગડદાપાટુનો માર મારી અપશબ્દો બોલી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી હતી.મંત્રીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...