મિલન:ડીસામાં ભૂલી પડેલી માનસિક અસ્થિર મહિલાનું 181 અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાઉન્સેલરે પોલીસ, સરપંચ સહિતને ફોન કરી સરનામું મેળવ્યું

ડીસામાં એક માનસિક અસ્થિર મહિલા ભુલી પડી ગઇ હતી. જેનું બનાસકાંઠા 181 અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું હતુ. મહિલા બોલતી ન હતી. જોકે, કાઉન્લરે વારંવાર સરનામું પુછતાં એક વખત ઓઢવા ગામનું નામ લીધુ હતુ. આથી કાઉન્સલરે પોલીસ, સરપંચ સહિતને ફોન કરી તેણીનું સરનામું મેળવી આખરે પરિવારને સહિ સલામત સોંપી હતી.ડીસા સ્પોર્ટસ કલબ નજીક ચાર દિવસથી એકલી રહેતી માનસિક અસ્થિર મહિલાનું તેમના સગાં સાથે મિલન કરાવવામાં આવ્યું હતુ.

આ અંગે બનાસકાંઠા 181 અભયમના કાઉન્લેસર કોમલબેન પ્રણામીએ જણાવ્યું કે, સ્પોર્ટસ કલબ પાસે એક મહિલા ચાર દિવસથી એકલા - અટુલા બેસી રહે છે. તેવો કોલ મળતાં મહિલા પોલીસ મમતાબેન સાથે ત્યાં ગયા હતા. જ્યાં મહિલા અસ્થિર મગજના જણાયા હતા. તેમને સરનામું પુછવા છતાં કંઇ બોલતા ન હતા. જોકે, એક શબ્દ ઓઢવા બોલી ગયા હતા.

આથી ભીલડી પોલીસ મથકે ફોન કરતાં પીએસઆઇએ ઓઢવા સરપંચનો ફોન નંબર આપ્યો હતો. મહિલાના પરિવારજનોનો સંપર્ક કરી ઘરનું સરનામું મળતાં ટીમ સાથે તેના ગામ જઇ તેના ભાઇને સહિસલામત સુપ્રત કરી હતી. દીકરીને સહિે સલામત ઘરે મુકવા બદલ પરિવારજનોએ 181 અભયમની ટીમનો આભાર માન્યો હતો.મહિલાના હાથ ઉપર છુંદણાથી વિમળાબેન અને એક બીજુ નામ લખેલું હતુ. જે નામ તેમનું સરનામું મેળવવામાં ઉપયોગી બન્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...