ચોરી:પાલનપુરના મલાણા ગામમાં એક જ રાત્રમાં 3 મકાનના તાળાં તૂટ્યાં

પાલનપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોકડ,સોના ચાંદીના દાગીના મળી રૂ. 76 હજારના મુદ્દામાલની ચોરી

પાલનપુર તાલુકાના મલાણા ગામે બુધવારે રાત્રે તસ્કરોએ ત્રણ મકાનમાં હાથ ફેરો કરી રોકડ રકમ, સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 76,000 ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તેમનો ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પાલનપુર તાલુકાના મલાણા ગામના રતિલાલ ઉકાજી બારોટના નાનાભાઈ અશોકભાઈ સુરત ગયા હતા. આથી તેઓ પરિવાર સાથે તેમના ઘરે સુવા ગયા હતા. દરમિયાન રાત્રિના સુમારે તસ્કરોએ રતીલાલના મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી તિજોરીમાં પડેલી રૂપિયા 25,000ની સોનાની બુટ્ટી, રૂપિયા 8,000ની નાકની ચુની, રૂપિયા 15,000ની ચાંદીની તોડીઓ તેમજ રોકડ રૂપિયા 40,000 મળી કુલ રૂપિયા 52,000ના મુદ્દામાલની ચોરી કરી હતી.

આ ઉપરાંત મહોલ્લામાં રહેતા અશોકભાઈ ભુતાભાઈ ચૌધરીના બંધ મકાનનું તાળું તોડી અંદરથી રોકડ રૂપિયા 20,000 તેમજ દેવજીભાઈ પરથીભાઇ ચૌધરીના બંધ મકાનનું તાળું તોડી અંદરથી રૂપિયા 4000 મળી કુલ રૂપિયા 76,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે રતિલાલ બારોટે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ત્રણ તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા
મલાણા ગામમાં ત્રણ મકાનમાં હાથ ફેરો કરનાર શખ્સો ગામના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં દેખાયા હતા. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...