ર્મચારીઓની રજા રદ:આજથી ઉમેદવારી ફોર્મ ભરવાના શરૂ સરકારી કર્મચારીઓની રજા રદ કરાઈ

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીએ રાજકીય પાર્ટીના કાર્યક્રમમાં ભાગ લેવો નહીં કે કોઈની તરફેણ ન કરવા સુચના

10 નવેમ્બરથી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે. ઉમેદવારે જે તે વિધાનસભામાં સવારે 11 થી બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ફોર્મ મેળવી લેવાનું રહેશે. કલેકટર આનંદ પટેલે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ નવા કાર્યો શરૂ નહિ કરવા સાથે જે કાર્યો શરૂ થઈ ગયા હોય એજ કાર્યો આગળ વધારવા અધિકારીઓને સૂચના આપી હતી. ચૂંટણી દરમિયાન સરકારી કર્મચારીઓની રજાઓ મંજુર કરવાની સત્તા ફક્ત જિલ્લા ચૂંટણી અધિકારીને જ હોઈ કોઈપણ સ્ટાફની લાંબી કે ટૂંકી રજાઓ મંજુર કરવાની રહેતી નથી. તેમજ આવશ્યક સેવાઓ સિવાયની તમામ કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓએ ચૂંટણીના ઓર્ડર થાય તો ફરજ બજાવવા તત્પર રહેવા સૂચના આપી કોઇપણ સરકારી કર્મચારીએ રાજકીય પાર્ટીના કાર્યક્રમમાં ભાગ લેવો નહિ કે કોઈની તરફેણ કરવી નહીં તેમ જણાવ્યું હતું.

ઉપરાંત તમામ કચેરીઓમાંથી કેલન્ડર, સાહિત્ય, વગેરે દૂર કરવા તાકીદ કરી હતી. જિલ્લામાં મતદાનનું પ્રમાણ વધે એ માટે વિવિધ વિધાનસભા મતવિસ્તારમાં, દરેક સરકારી કચેરીમાં પોસ્ટર્સ લગાવવા સહિતના મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવા અને વધુમાં વધુ મતદાન થાય એ માટેનો પ્રચાર કરવા સાથે તમામ સમિતિઓએ પોતાની જવાબદારી સુપેરે નિભાવવા આદેશ કર્યો હતો.

ફ્લાઇંગ સ્ક્વોર્ડની રચના
કોઇપણ વ્યક્તિને તેના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદ્દેશ્યથી, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડ કે વસ્તુ સ્વરૂપે કોઇપણ લાંચ લેતી કે આપતી કોઇ વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ 171-ખ મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ બન્નેને શિક્ષાને પાત્ર છે. કોઇપણ ઉમેદવાર કે મતદાર કે અન્ય કોઇપણ વ્યક્તિને કોઇપણ પ્રકારની ઇજા પહોંચાડવાની ધમકી આપતી કોઇ વ્યક્તિ, ભારતીય દંડ સંહિતાની કલમ- 171-ગ મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ બન્નેને શિક્ષાને પાત્ર છે. લાંચ આપનાર કે લેનાર બન્ને સામે કેસ નોંધવા તેમજ મતદારોને ધાક-ધમકી આપવામાં સામેલ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે ફ્લાઇંગ સ્ક્વોર્ડની રચના કરવામાં આવી છે. ફરિયાદ દેખરેખ એકમના ટોલ ફ્રી નંબર 1800-233-2022 ઉપર જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...