આ સમસ્યાનો અંત ક્યારે?:પાલનપુર-રાજસ્થાન નેશનલ હાઇવે પર ખાડાનું સામરાજ્ય, વાહન ચાલકોને હાલાકી

બનાસકાંઠા (પાલનપુર)2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલવે ઓવરબ્રિજ નજીક વરસાદી પાણી ભરવાના કારણે રોડમાં ખાડા

બનાસકાંઠા જિલ્લામાંથી નેશનલ હાઇવે પસાર થાઈ છે. જેમાં પાલનપુર નજીક નવા બની રહેલા રેલવે ઓવરબ્રિજની પાસે વરસાદી પાણી ભરવાના કારણે નેશનલ હાઇવે પર ખાડાઓ પડતા વાહન ચાલકોમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા હાઇવે પર પડતા ખાડાઓ પુરવામાં આવે છે, પરંતુ વરસાદી પાણી ભરવાના કારણે અવારનવાર એક જગ્યાએ ખાડાઓ પડતા હોય છે.

વાહનચાલકોને મુશ્કેલી
રાજસ્થાન આબુરોડથી પાલનપુર તરફ આવી રહેલા રોડ પર પાલનપુર પાસે બની રહેલા રેલવેબ્રિજ નજીક નેશનલ હાઇવેના રોડ વચ્ચે ખાડાઓ પડતા વાહન ચાલકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, તંત્ર દ્વારા રોડ પર મોટા ખાડા પુરવામાં તો આવે છે, પરંતુ વરસાદ પાડવાના કારણે રોડ પર પાણી ભરાવાના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી બનાવેલા રોડ આ જગ્યાએ જ તૂટી જતા હોઈ છે. જોકે, નેશનલ હાઇવે હોવાના કારણે રાજસ્થાન તરફથી આવતા પૂર ઝપાટે વાહન ચાલકો આવતા હોઈ છે અને ખાડામાં ખાબકતા હોય છે, જેના કારણે કેટલાક વાહનોને નુકસાન પણ પહોંચતુ પણ હોય છે. આ રોડ પરથી અવરજવર કરતા વાહન ચાલકોની માંગ છે કે સત્વરે આ જગ્યાએ જ રોડ તૂટવાની સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવું માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...