અપહરણ:લાખણીના સગીરનું અપહરણ થતાં પંથકમાં ચકચાર મચી

પાલનપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

લાખણીના સગીરનું અપહરણ થતાં ચકચાર મચી છે.આ અંગે સગીરના પિતાએ પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિયોદર તાલુકાના વાતમ નવા ગામના અને લાખણી રહેતા જીવાજી મગનાજી મોદીનો દીકરો ભાવેશભાઈ મોબાઇલ ફોનથી કોઈની જોડે વાત કરતો હતો અને તેની જોડે બીજો દીકરો શૈલેષ ઉભો હતો.અને બંને ભાઈઓ ખેતરમાં સુતા હતા.તેમજ જીવાજી મોદી અને તેમના પત્ની દીકરીઓ સાથે ખેતરના રહેણાંક મકાનમાં સુવા ગયા હતા.

દરમિયાન 8 જૂનનાં સવારે છ વાગ્યાના સુમારે જીવાજી સુઈ રહ્યા હતા દરમિયાન દીકરા શૈલેષએ જગાડી કહેલ કે ભાવેશ રાત્રીના સાડા દસેક વાગ્યાના સુમારે મોબાઇલમાં કોઈથી વાત કરતો હતો જે સવારે ખાટલામાં જોવા મળતો નથી જેથી પિતાએ આજુબાજુમાં તેમજ ખેતરમાં તપાસ કરેલી પરંતુ કોઈ જગ્યાએ દીકરાની ભાળ ન મળી જેથી પિતાએ સગા સંબંધીઓમાં પણ શોધખોળ કરી પરંતુ દીકરાની કોઈ જગ્યાએ પત્તો ન લાગતાં અપહરણનું માની પિતાએ આગથળા પોલીસ મથકે કોઈ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...