ફરિયાદ:વડગામના માલોસણ ગામના વહેમીલા શિક્ષક પતિએ પત્નીને ઘરમાંથી હાંકી કાઢી

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાસુ- સસરાએ પુત્ર શિક્ષક હોવાનું કહી પાંચ લાખનું દહેજની માગતાં ફરિયાદ

વડગામના માલોસણનો અને હાલ કચ્છ જીલ્લાના રાપર તાલુકાના પસાસવામાં ફરજ બજાવતાં શિક્ષકે તેની પત્ની ઉપર ખોટા વ્હેમ રાખી શારિરીક- માનસિક ત્રાસ ગુજાર્યો હતો. જ્યારે સાસુ- સસરાએ રૂપિયા પાંચ લાખના દહેજની માંગણી કરી હતી. આ અંગે તેણીએ પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પાલનપુર ગુલાબપાર્ક સોસાયટીમાં રહેતા વનીતાબેન કાન્તિલાલ વણકરના લગ્ન વર્ષ 2009માં વડગામ તાલુકાના માલોસણા ગામે હિમાન્સુ કાન્તિભાઇ સોલંકી સાથે થયા હતા.

જેમને લગ્ન જીવન દરમિયાન બે પુત્રો છે. હિંમાન્સુ સોલંકીકચ્છ જીલ્લાના રાપર તાલુકાના પસાસવામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેણે વનીતાબેન ઉપર ખોટો વ્હેમ રાખી મારઝુડ કરી શારિરીક- માનસિક ત્રાસ ગુજાર્યો હતો. તેમજ સસરા કાન્તીભાઇ મુળાભાઇ સોલંકી અને સાસુ કાંતાબેને મારો દિકરો શિક્ષક છે. અને તું કંઇ કમાતી નથી.

તારા બાપાએ તને લગ્ન સમયે કંઇ આપેલ નથી. જેથી જો ઘરમાં રહેવું હોય તો દહેજ પેટે રૂપિયા 5 લાખ આપવા પડશે. તેમ કહી ત્રણેય જણાંએ શારિરીક માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આ અંગે તેણીએ પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...