થરા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કાંકરેજના ચેખલા ગામના વતની બાબરજી ઠાકોર શરીરની આંતરડાની તકલીફના કારણે કંટાળી કોઈ ઘેર નહોતું ત્યારે શુક્રવારે ઘેર ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી જીવન ટૂંકાવતા શોકની લાગણી ફેલાઈ છે. થરા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા બાબરજી ઠાકોરને ઘણા સમયથી આંતરડાની તકલીફથી પીડાતા હતા.
આથી પેટમાં ખોરાક ટકતો ન હતો પરિણામે શુક્રવારે બાબરજી ઠાકોરે નોકરી પરથી ઘેર ચેખલા આવીને ઘરના બધા સભ્યો બહાર ગામ ગયા હતા તેવા સમયે ગળે ફાંસો ખાઈને જીવન લીલા સંકેલી દેતા તેમના પરિવાર અને પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
આ ઘટનાની જાણ થરા તેમજ શિહોરી પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને પરિવારને સાથે રાખી લાશને શિહોરી રેફરલ ખાતે લાવી પીએમ કરાવી પોલીસ દ્વારા તેમનું ગાર્ડ ઓફ ઓનરથી સન્માન કરવામાં આવ્યું હતું.પીએસઆઈ પી.એન.જાડેજાએ જણાવ્યું હતું કે એક બાહોશ પોલીસ કર્મી ગુમાવ્યાનું દુઃખ છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.