• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • The Hadiyol Family Of Tharad Wants To Educate Their Daughter Till 12 By Tying A Bandage On Her Stomach, To Become A Doctor, But Now There Is No Money To Pay The Next Fee.

ગરીબાઈના કારણે સંગીતાનું સપનું તૂટશે?:પેટે પાટા બાંધીને થરાદના હડિયોલ પરિવારે દીકરીને 12 સુધી ભણાવી, ડોક્ટર બનાવવી છે, પણ હવે આગળની ફી ભરવાના પૈસા નથી

પાલનપુર13 દિવસ પહેલાલેખક: મુકેશ ઠાકોર
  • પરીક્ષા સમયે ભાઇનું મોત થયું હોવા છતા સંગીતાએ 12 સાયન્સમાં 76.92 ટકા મેળવ્યા
  • પિતા મજૂરી કામ કરે છે અને માતા ઘર કામ, દીકરીનું ભવિષ્ય ડામાડોળ

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક થરાદ વિસ્તારમાં એક ગરીબ પરિવારની દીકરીને ડોક્ટર બનવું છે, પણ ઘરની પરિસ્થિતિ સારી ન હોવાના કારણે તેનું ભવિષ્ય ડામાડોળ થયું છે. ધોરણની 12ની પરીક્ષા વખતે ભાઇનું મૃત્યું થયું હોવા છતા વિદ્યાર્થિની સંગીતાએ પરીક્ષા આપીને 12 સાયન્સમાં 76.92 ટકા મેળવ્યા છે, પરંતુ હવે આગળ ભણવા માટે આર્થિક પરિસ્થિતિ આડે આવે છે. પરિવારની સ્થિતી એટલી હદે ખરાબ છે કે, ઘરમાં બે ટાઇમ જમવાનું પણ નથી બનતું. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે ઘરની મુલાકાત લીધી હતી અને દિવ્ય ભાસ્કરના માધ્યમથી તેના પરિવારે સરકાર પાસે આશા રાખી છે કે, તેમની ઘરની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે સરકાર થોડી મદદ કરે તો તેમની દીકરી ડોક્ટર બની શકે.

ઘરે અભ્યાસ કરતી સંગીતા.
ઘરે અભ્યાસ કરતી સંગીતા.

પરીક્ષા વેળાએ જ ભાઇનું મોત થયું હતું
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદમા એક હડિયોલ પરિવારની દીકરીને પરિવારે પેટે પાટા બાંધીને 1થી 12 સુધી ભણાવી. દીકરી ભણવામાં હોશિયાર હોવાથી માતા પિતાએ કષ્ઠિ કરીને 11-12 સાયન્સમાં એડમીશન કરાવ્યું હતું. ધોરણ 12ની પરીક્ષા વખતે જ બે પેપર બાકી હતા અને ભાઈનું આકસ્મિત મૃત્યુ થતાં હડીયલ પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. જોકે, દીકરીએ પરીક્ષા આપી 76.92 ટકા મેળવ્યા હતા.

સંગીતા અભ્યાસમાંથી સમય કાઢી ઘર કામમાં મદદ કરે છે.
સંગીતા અભ્યાસમાંથી સમય કાઢી ઘર કામમાં મદદ કરે છે.

આર્થિક પરિસ્થિતિના હિસાબે ભવિષ્ય ડામાડોળ
હવે આગળ અભ્યાસ માટે પરિવારની સ્થિતિ ન હોવાથી દીકરીનું ભવિષ્ય ડામાડોળ થયું છે. પરિવારની આર્થિક એટલી ખરાબ છે કે, ઘરમાં બે ટાઇમ જમનાનું પણ નથી મળતું. દીકરી સંગીતાના પિતા મેવાભાઈ હડિયોલ હાલ છૂટક મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. જ્યારે માતા શારદાબેન ઘરકામ કરી રહ્યા છે. ઘરની પરિસ્થિતિ ન હોવાથી સંગીતાનું સપનું તેમજ તેના પરિવારનું સપનું રજળી ગયું છે.

ઘરની સ્થિતિ જોઇને આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવે છે.
ઘરની સ્થિતિ જોઇને આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવે છે.

ઘરમાં એજ વ્યક્તિ કમાનાર
સંગીતાને હવે આગળ અભ્યાસ કરવો છે, પરંતું પરિવાર હવે આગળનો ખર્ચ કરી શકે તેમ નથી. કારણ કે ઘરમાં મેવાભાઈ હડિયોલ એકલા જ કમાવા વાળા છે. તે પણ છૂટક મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. ત્યારે દિકરીના ભવિષ્ય માટે પરિવાર સરકાર પાસે મદદની માંગ કરી રહ્યો છે.

સંગીતા અને તેનો પરિવાર.
સંગીતા અને તેનો પરિવાર.

સરકાર સહાયતા કરે તો દીકરી ડોક્ટર બને: માતા સારદાબેન
આ અંગે સંગીતાના માતા સારદાબેને જણાવ્યું હતું કે, મારી દીકરી પહેલાંથી ભણવામાં હોશિયાર છે. તેને મેં મજૂરી કરીને ભણાવી છે. સંગીતાના પિતાને દિવસના ત્રણસો રૂપિયા મળે છે. તેમાંથી ઘર ચલાવવું કે દીકરીને ભણાવવી કંઇ સમજાતું નથી. અમારી હાલત નથી, સરકારની સહાયતા મળે તો મારી દીકરીને ડોક્ટર બનાનવી છે.

માતા સાથે સંગીતા.
માતા સાથે સંગીતા.

પિતાની સરકારને વિનંતી
સંગીતાના પિતા મેવાભાઈ હડિયોલે જણાવ્યું હતું કે, મારી દીકરી સંગીતા ભણે છે. સાઇન્સમા સારા ટકા લાવ્યા છે. એને આગળ ડોક્ટર બનાવવાની મારી ઈચ્છા છે. સરકાર તરફથી મને થોડી સહાય મળે તો સારુ, મજૂરી કરીને ગુજરાન ચલાવું છું. મારે ત્રણ દીકરીઓ છે. જે ભણે છે. સરકાર જોડે એટલી વિનંતી છે થોડીક સહાય મદદ મળે તો સારુ.

પિતા સાથે સંગીતા.
પિતા સાથે સંગીતા.

મારા પપ્પા દરેક સ્થિતિમાં મને લેવા મૂકવા આવે છે: વિદ્યાર્થિની સંગીતા
વિદ્યાર્થિની સંગીતાએ જણાવ્યું હતું કે, મારૂ ધોરણ 10નું રિજલ્ટ આવ્યું એટલે મેં વિચાર્યું કે મારે સાઇન્સમા એડમિશન લેવું છે. મને વિજ્ઞાનમાં ખુબજ રસ છે. 11-12 સાઇન્સ પૂરું થયું. પરિક્ષા વખતે જ મારાં ભાઈનું મૃત્યુ થઇ ગયું હતું, એવી પરિસ્થિતિમાં બે પેપર બાકી હતા, તે પેપર મે આપ્યા. જો આ દુર્ઘટના ના થઇ હોત તો આનાથી વધારે સારૂ પરિણામ હું મેળવી શકી હતો. હવે આગળ ડોક્ટર બનવાની ઈચ્છા છે. ઘરના બધાની ઈચ્છા છે કે, હું ડોક્ટર બનું પણ પરિસ્થિતિ નથી. મારાં પપ્પા મજૂરી કરીને મને ભણાવી રહ્યા છે. અહીંથી સ્કૂલમા ઠંડી હોઈ કે ગરમી હોકે પછી વરસાદ હોઈ મને મુકવા આવે છે. ત્યાંથી છૂટું તો ગમે તેવું કામ મૂકીને મને લેવા આવે છે. મારાં પપ્પાને ક્યારેક મજૂરી મળે, તો ક્યારેક મજૂરી ન પણ મળે. ઘરની પરિસ્થિતિ સારી નથી હું સરકારને વિનંતી કરું છું કે, મારૂ સપનું પુરુ કરવામાં મને મદદ કરે.

અન્ય સમાચારો પણ છે...