આગ:માઉન્ટ આબુના જંગલમાં આગ લાગતા 24 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો

પાલનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગ સહીત ફાયર વિભાગના 75 વ્યક્તિઓની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવ્યો

રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઉનાળામાં જંગલ વિસ્તારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. અચાનક આગ લાગતા જ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી જેમાં વન વિભાગ સહિત ફાયર વિભાગની 75 વ્યક્તિઓની ટીમ દ્વારા ચોવીસ કલાકમાં આગને કાબૂમાં લેવાતા હાશકારો અનુભવ્યો હતો.

ઉનાળામાં આગ લાગવાના બનાવો સામે આવતા હોઈ છે જેમાં માઉન્ટ આબુના પહાડો અને મેદાનોમાં આગ લાગવા લાગી છે. પહાડી વિસ્તારમાં આગની જ્વાળાઓ દૂર દૂર સુધી ઉછળતી જોવા મળી રહી છે. અચાનક માઉન્ટ આબુ રોડ પર જવાના રસ્તે ટેકરીઓમાંથી આગની જ્વાળાઓ દેખાતી હતી, જે અંગે લોકોએ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગ ને જાણ કરતાં માઉન્ટ આબુ વનવિભાગ નો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કુલ મળીને 75 સભ્યો ની ટીમે 24 કલાકમાં સતત મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. ગઈકાલે બપોરે શહેરના સાલ ગામથી થોડા કિલોમીટર દૂર આવેલા કેટલ ગાર્ડમાં પણ આગ ફાટી નીકળી હતી, જ્યાં 24 કલાક ની મહેનત બાદ પણ આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે 24 કલાકની આ આગને જોતા નગરપાલિકા માઉન્ટ આબુ, નગરપાલિકા આબુ રોડ ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...