ફરિયાદ:વડગામમાં પ્રેમી સાથે આવેલી પુત્રીનું પિતાએ અપહરણ કર્યું

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવીનગરીના પિતા સહિત પાંચ શખ્સો સામેે ફરિયાદ નોંધાઈ

વડગામ તાલુકાના નવીનગરી ગામે અગાઉ ગામની જ યુવતી સાથે પ્રેમ લગ્ન કરી મહારાષ્ટ્રના અકોલા ગામે રહેતો યુવક તેની પત્ન સાથે વડગામમાં ફોઇના ઘરે આવ્યો હતો. યુવતીના પિતા અપહરaણ કરી ગયા હતા. ફોઇએ વડગામ પોલીસ મથકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

વડગામ તાલુકાના નવીનગરીમાં રહેતા વિપુલકુમાર રઘુભાઇ ચૌધરીએ ગામના જ મોઘજીભાઇ વાલજીભાઇ ચૌધરીની પુત્રી સાથે તા. 02 જૂન 2022ના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા. જે પછી બંને પતિ- પત્નિ મહારાષ્ટ્રના અકોલા ગામે રહેવા ગયા હતા. જ્યાંથી તા. 10 ડિસેમ્બર 2022ના દિવસે તેઓ બંને વડગામ ભોજકવાડી વિસ્તારમાં રહેતી તેમની ફોઇ અંબાબેન સરદારભાઇ ચૌધરીના ઘરે આવ્યા હતા.

જ્યાં રવિવારે બપોરના સુમારે વિપુલ ખેતરે ગયો હતો. અને અંબાબેન તેમજ વિપુલની પત્ની ઘરે હતા ત્યારે તેણીના પિતા નવીનગરીના મોઘજીભાઇ વાલજીભાઇ ચૌધરી, રઘનાથભાઇ હરીસિંગભાઇ ચૌધરી, વિનોદભાઇ નરસંગભાઇ ચૌધરી, મહેસાણા તાલુકાના ખેરાલું તાલુકાના ચાણસોલના પંકજભાઇ નથુભાઇ ચૌધરી, ગૌતમભાઇ નથુભાઇ ચૌધરી અને એક અજાણ્યો શખ્સ કાળા કલરની અને સફેદ કલરની બે ગાડીમાં આવી વિપુલની પત્નીનું અપહરણ કરી ગયા હતા. આ અંગે અંબાબેને વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ફોઇએ પ્રતિકાર કરતાં જાનથી મારી નાખવાની ધમકી
બપોરના સુમારે વિપુલની પત્ની ઓસરીમાં બેઠી હતી. ત્યારે તેના પિતા સહિત પાંચ શખ્સો બે વાહનોમાં આવ્યા હતા. અને તેણીનું અપહરણ કર્યું હતું. આ વખતે ફોઇ અંબાબેને તેમનો પ્રતિકાર કરતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...