કાણોદર હાઇવેનો બનાવ:જમવા માટે રોડ ક્રોસ કરતા પરિવારને બેફામ ગાડી ચાલકે ટક્કર મારી, પતિ-પત્નીના મોત

પાલનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર સુરત જવા નિકળ્યો હતો, રોડની પેલી બાજુ હોટેલ પર જમવા જતા મોત મળ્યું

પાલનપુરના કાણોદર હાઈવે ઉપર એક ગાડી ચાલકે ત્રણ રાહદારીઓને ધડાકાભેર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં સુરત જવા નીકળેલા પતિ-પત્નીના મોત થયા છે. જ્યારે મૃતકનો ભાઇ ગંભીર રીતે ઘાયલ થયો છે. બનાવને પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

એક સારવાર હેઠળ
બનાસકાંઠા જિલ્લામા અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં લોકો એક બાજુ જીવ ગુમાવી રહ્યા છે. જેમાં આજે કાણોદર હાઇવે ઉપર પૂર ઝપટે અમદાવાદ તરફથી આવી રહેલી એક ગાડીએ પરિવારને ટક્કર મારતા પતિ-પત્નીના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જ્યારે એક અન્ય વ્યક્તિને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

રોડ ક્રોસ કરતા ગાડીએ ટક્કર મારી
મરણ જનાર હાર્દિકભાઈ તથા તેમની પત્ની મિત્તલ અને તેમના ભાઈ તેમના પિતા સાથે એમ ચારેય જણ સુરત જવાના નીકળેલા હતા. તે દરમિયાન કાણોદર હાઇવે પર ગાડીની લાઈટ રીપેરીંગ કરવા આવેલા તેમની ગાડી કાણોદર હાઇવે પર આવેલી સ્વાદ હોટલ પાસે મૂકી હાર્દિકભાઈ તેમની પત્ની પિતા અને ભાઈ સાથે જમવા જતા જે દરમિયાન ટ્રાફિક હોવાના કારણે તેઓ ચારેય જણ ડિવાઈડર ઉપર ઉભા હતા. જે દરમિયાન અમદાવાદ તરફથી એક પૂરઝડપે આવી રહેલી ગાડી હાર્દિકભાઈ ના પરિવારને ટક્કર મારતા હાર્દિકભાઈ તેમ જ તેમના પત્ની મિતલબેન અને તેમના ભાઈ ગંભીર ઈજાઓ પહોંચાડી ગાડી (GJ-01-RE-5616)નંબરનો ચાલક ગાડી મૂકી ભાગી છૂટ્યો હતો.

અકસ્માતના પગલે સ્થાનિક લોકો દોડી પહોંચી ઇજાગ્રસ્ત હાર્દિકભાઈ અને તેમના પત્ની મિતલબેન અને તેમના ભાઈ જતીનભાઈને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. જોકે, હાર્દિકભાઈ અને તેમના પત્ની મિતલ બેનને ગંભીર ઇજાઓ પહોંચતાના કારણે પતિ-પત્નીનું મોત નીપજ્યું હતું અને જતીનભાઈની હાલત ગંભીર હોવાના હોવાથી તેમણે સારવાર અર્થ પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી મુર્તક હાર્દિકભાઈ અને તેમના પત્ની મિતલબેનને પીએમ અર્થ પાલનપુર સિવિલ ખાતે ખસેડી ગાડી પોલીસે ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...