અકસ્માત:અંબાજી જતાં થુર નજીક રિક્ષા પલટી જતાં ચાલકનું મોત થયું

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અંતિમ વિધિ કર્યા બાદ 12 દિવસ પછી ફરિયાદ નોધાઇ

પાલનપુર- અંબાજી હાઇવે ઉપર થુર નજીક અચાનક આવેલા કુતરાને બચાવવા જતાં રિક્ષા પલટી ગઇ હતી. જેના ચાલકનું 12 દિવસ અગાઉ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આ અંગે મૃતકના ભાઇએ શુક્રવારે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાલનપુર તાલુકાના પટોસણ ગામના ગીરીશભાઇ ખેમાભાઇ મગરવાડીયા તેમના પત્નિ મંજુલાબેન, પુત્રી બિંદીયા અને પુત્ર જીગરને લઇ રિક્ષા નં. જીજે. 08. એટી. 9296માં 29 ઓકટોબર 2022ના દિવસે અંબાજી દર્શન કરવા જઇ રહ્યા હતા. ત્યારે થુર નજીક હાઇવે ઉપર અચાનક આવેલા કુતરાને બચાવવા બ્રેક મારતાં રિક્ષા પલટી ગઇ હતી.

જેમાં ગીરીશભાઇને ગંભીર ઇજાઓ થઇ હતી. જ્યારે પરીવારના સભ્યોને વધતી ઓછી ઇજાઓ થઇ હતી. દરમિયાન ગીરશભાઇનું તારીખ 1/11/2022ના રોજ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડતી વખતે મોત નિપજ્યું હતુ. આ અંગે હાલ પાલનપુર શુભમ સોસાયટી અને મુળ વડગામના પટોસણ ગામના પંકેશભાઇ ખેમાભાઇ મગરવાડીયાએ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...