અકસ્માત:પાંથાવાડાથી થરાદ જઇ રહેલી કાર ચાલકે કાબુ ગુમાવતાં થાંભલાને અથડાઇ ખેતરમાં પડી

પાંથાવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદ તાલુકાના મલુપુર ખાતે રહેતા શિવરામભાઈ અણદાભાઈ પટેલ પોતાની કાર નંબર જીજે-17-એએચ-7322 લઈને તેમના જ ગામના ચાર લોકોને લઈ દાંતીવાડાના પાંથાવાડા નજીક આવેલ ગંગેશ્વર મહાદેવના મંદિરે રવિવારે દર્શને આવ્યા હતા. તેઓ સવારના 11-00 વાગ્યાની આસપાસ ગંગેશ્વરથી નીકળી તેમના ઘરે જઈ રહ્યા હતા.

ત્યારે દાંતીવાડાના વાછડાલ ગામે કારના ચાલકે કાબુ ગુમાવતા હાઇવે ઉપર આવેલ થાંભલા સાથે કાર ટકરાઇ ખેતરમાં ફેન્સીંગ વાડ કરેલા થાંભલા તોડી ખેતરમાં ખાબકતા કારનું ટાયર ફાટી ગયું હતું. ચાલક શિવરામભાઈ અણદાભાઈને છાતીના ભાગે ઈજા થતાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. તેમજ ગાડીમાં બેઠેલ અન્ય ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો અને ગાડીના ફુરચે ફુરચા ઉડી ગયા હતા.

ગાડીની થાંભલા સાથે ટક્કર એટલી ભયાનક થઈ હતી કે ધડાકાનો અવાજ 1 કિલોમીટર સુધી સંભળાતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. વાછડાલ બસ સ્ટેન્ડ નજીક બમ્પ ન હોવાના કારણે અનેક વાર સર્જાય છે.

અન્ય સમાચારો પણ છે...