• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • The Devotees Were Satisfied With The Arrangements Made By The Police Regarding The Bhadravi Poonam Fair In Ambaji, Thousands Of People Had Darshan Of The Mother Without Any Difficulty.

પોલીસની સરાહનીય કામગીરી:અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ પોલીસે કરેલી વ્યવસ્થાથી શ્રદ્ધાળુઓ સંતુષ્ટ જણાયા, લાખો લોકોએ મુશ્કેલી વગર માતાના દર્શન કર્યા

બનાસકાંઠા (પાલનપુર)16 દિવસ પહેલા
  • બનાસકાંઠા પોલીસ પરિવાર દ્વારા અંબાજી મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું
  • જિલ્લાના 500 પોઈન્ટ પર 5000 પોલીસ જવાનો ખડેપગે રહ્યા

અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મેળામાં હજારો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને આવતા હોય છે. ત્યારે આ વર્ષે પદયાત્રીઓને મુશ્કેલી ન પડે તે પ્રકારના પોલીસ વિભાગે કરેલા આયોજનની શ્રદ્ધાળુઓએ સરાહના કરી હતી. રસ્તા પર પદયાત્રી અકસ્માતનો ભોગ ન બને તે માટે પોલીસ વિભાગે રસ્તાની ડાબી લેન પદયાત્રી માટે રાખી હતી. જ્યારે તમામ વાહનો જણી તરફ ચલાવ્યા હતા. પદયાત્રીએ રસ્તો ક્રોસ ન કરવો પડે તે માટે સેવા કેમ્પ પણ રસ્તાની ડાબી બાજુ જ રાખવામાં આવ્યા હતા.

શ્રદ્ધાલુઓની સુરક્ષા માટે 5000 પોલીસ જવાનો ખડેપગે રહ્યા
કોરોનાના બે વર્ષ બાદ ભાદરવી પૂનમનો મેળો યોજાઈ રહ્યો હોય આ વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના હતી. જેના પગલે તંત્રએ શ્રદ્ધાળુઓને અગવડ ન પડે તે માટે વ્યવસ્થાઓ કરી હતી. રાજ્યભરમાં પગપાળા ચાલી અંબાજી આવતા પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે માટે પોલીસે વ્યવસ્થાઓ કરી હતી. અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મેળાને અનુલક્ષીને 500 પોઈન્ટ પર 5000 પોલીસ જવાનોએ ખડેપગે ફરજ બજાવી હતી. 44 જેટલા બોડીવોર્ન કેમેરા, 325 સીસીટીવી, 10 PTZ કેમેરાની મદદથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી હતી.

અકસ્માત નિવારવા પોલીસનું આયોજન સફળ રહ્યું
ભાદરવી પૂનમના મેળા માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી આવતા હોય છે. આ સમયે અકસ્માતો પણ સર્જાતા હોય છે. પરંતુ, આ વર્ષે અકસ્માત નિવારવા માટે પોલીસે પદયાત્રીના રૂટ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. અંબાજી તરફ જતા રસ્તા પર ડાબી તરફ પદયાત્રીઓ માટે ખાલી રાખવામાં આવ્યો છે. તમામ વાહનો જમણી તરફ ચલાવવામાં હતા. પદયાત્રીએ રોડ ક્રોસ ન કરવો પડે તે માટે સેવા કેમ્પ પણ ડાબી તરફ જ ગોઠવવામાં આવ્યા હતા.

પોલીસ પરિવાર દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું
ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે અંબાજી મંદિર પર બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવાર દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પોલીસ અને તેમના પરિવારજનો વાજતે ગાજતે અંબાજી મંદિર સુધી પહોંચ્યા હતા અને ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...