વિવાદ:પાલનપુર શહેરનો વિકાસ નક્શો ફરી પરત ફરશે; રામપુરાના અરજદાર વિકાસ નકશાને લઈ હાઇકોર્ટ ગયા હતા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુર નગરપાલિકાના નવા સૂચિત વિકાસ નકશાના ડ્રાફ્ટમાં રોડ, રસ્તા અને જાહેર હિતોના નામે ઘણી બધી જમીનો રિઝર્વેશનમાં મૂકીને જમીન માલિકોને પરેશાન કરવામાં આવ્યા છે. એની સામે લેવાયેલા કેટલાક વાંધાઓને સાંભળવામાં પણ આવ્યા નથી.

કેટલાંય જમીન માલિકોને રિઝર્વેશનના નામે ડરાવી-ધમકાવીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતા વાંધા સૂચનોનો અસરકારક નિકાલ કરવા સરકારે સૂચના આપી હતી. પરંતુ યોગ્ય રીતે વાંધા સૂચનોનો નિકાલ ન થતાં રામપુરા ગામના અરજદાર કાંતિ ગણેશભાઈ પટેલ હાઇકોર્ટમાં ગયા હતા. જેમાં કોર્ટે પોતાના ઓરલ ઓર્ડરમાં 2004થી રિઝર્વેશનમાં મુકાયેલી જગ્યાઓ અંગે શું કાર્યવાહી કરવામાં આવી ? તેમજ નવા ડ્રાફ્ટ નકશા વખતે જે જમીન રક્ષિત કરી ગ્રીન બેલ્ટમાં મૂકવામાં આવી છે તેનું પ્રયોજન અને તેની તમામ બાબતો રજૂ કરવા 6 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો જોકે પાલિકા આ 6 મહિનાના સમયગાળામાં કોઈપણ પ્રકારના જવાબો આપી શકી નથી.

કોર્ટે હુકમમાં વાંધાઓને ધ્યાનમાં લેવા, અરજદારોને સાંભળવામાં, ઘન કચરાના વ્યવસ્થાપન સહિત યોગ્ય કાર્યવાહી કરી તેની વાંધાદારોને પણ જાણ કરવા અને આવી કાર્યવાહી સામે વાંધાદારોને આગળની અપીલની તક આપવા તેમજ આ તમામ કામગીરી છ મહિના અંદર પૂરી કરવા હુકમ કર્યો હતો. જૂન પૂર્ણ થતા 6 મહિના વીત્યા બાદ પાલિકા કોઈ સુનાવણી કે વાંધા અરજીઓનો નિવેડો લાવી શકી નથી.

પાલિકાએ સરકારને રજૂઆત કરી હતી
હાઇકોર્ટનો ઓરલ ઓર્ડર નગરપાલિકામાં આવી ગયો હોવા છતાં એ પછી પણ મ્યુ. પ્રમુખ, ટી.પી. ચેરમેન અને બે મહિલા સભ્યોના પતિ સાથે રાજ્યના શહેરી વિકાસ મંત્રી પાસે એક જમીન રિઝર્વેશનમાં મુકાવવા દોડયા હતા.

નક્શો ત્રીજીવાર રદ થશે : સ્થાનિક અગ્રણી
પાલનપુર નગરપાલિકાના ડ્રાફટ પ્લાન અંગે હાઇકોર્ટના ચુકાદાની લાંબી અસર થશે અને પ્રશ્નો ફરીથી ઊભા થશે. આ પરિસ્થિતિમાં સરકારે હવે સમયમર્યાદાના મુદ્દે નગરપાલિકાનો સૂચિત વિકાસ નકશો રદ કરી નવેસરથી કાર્યવાહી કરવા સિવાય કોઈ રસ્તો નથી. અન્યથા અસરગ્રસ્તો માટે હાઇકોર્ટનો રસ્તો ખુલ્લો થયો છે.

અન્ય સમાચારો પણ છે...