નદીમાંથી મૃતદેહ મળ્યો:અમીરગઢના અવાળા ગામ પાસેથી પસાર થતી બનાસ નદીનાં પટમાંથી યુવકની લાશ મળી

બનાસકાંઠા (પાલનપુર)21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક લોકોને નદીમાં તરતી લાશ નજરે પડતા અમીરગઢ પોલીસને જાણ કારી

અમીરગઢના અવાલાની સીમમાં બનાસ નદીના પાણીના ભરાવમાંથી એક અજાણ્યા યુવકની કોહવાઈ ગયેલી લાશ મળી આવતા ચકચાર મચી છે. સ્થાનિક લોકો નદીમાં તરતી લાશ જોઈ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળ પર દોડી પહોંચી સ્થાનિક તરવૈયાની મદદથી લાશને બહાર કાઢી હતી.

પોલીસે તપાસ હાથ ધરી
આ વર્ષે બનાસ નદી છેલ્લા ઘણા સમયથી બંને કાંઠે વહી રહી છે અને બનાસ નદીમા ઘણા લોકોના મોત પણ થયા છે. અમીરગઢ વિસ્તારમાં ત્રણ વ્યક્તિઓના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. જેથી તંત્ર દ્વારા બનાસ નદીના પાણીમાં ન ઉતારવા માટે સૂચના પણ લોકોને આપેલી છે. અત્યારે પણ બનાસ નદી બંને કાંઠે વહી રહી છે. અમીરગઢના આવાલાની સીમમાં બનાસ નદીના પાણીનો ભરાવો રહે છે. તેમાં કોઈ યુવકનીની લાશ પડી હોવાથી લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં પહોંચી લાશને પાણીમાંથી બહાર નીકળવામાં આવી હતી, પરંતુ લાશ બિલકુલ ફુલાઈને કોહવાઈ ગઈ હતી. પોલીસે પી.એમ. માટે અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવી તેની ઓળખના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...