સગી માતાની ક્રૂરતા:કામ કરાવવા નિષ્ઠુર માતા 10 વર્ષની દીકરીને દરરોજ ઢોર માર મારતી; પગે ફ્રેક્ચર થતા ભાંડો ફુટ્યો

બનાસકાંઠા (પાલનપુર)13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીકરીને 'કોઈને કહીશ તો ફાંસીએ લટકાવી દઈશ' તેવી ધમકી આપી હતી
  • પડોશીઓએ 181 મહિલા હેલ્પલાઈનને જાણ કરી

બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં 10 વર્ષની દીકરીના પિતા અને મોટો ભાઈ વહેલી સવારે ધંધાર્થે બહાર જાય પછી નિષ્ઠુર માતા દીકરીને કામ કરાવવા માટે લાકડીથી માર મારતી હતી. જોકે પડોશીઓ દ્વારા 181 મહિલા હેલ્પલાઈનને જાણ કરાઈ હતી. જ્યાં પહોંચેલા કાઉન્સેલર કોમલબેન પ્રણામી અને મહિલા પોલીસ શિલ્પાબેને દીકરીને તેની સગી માતાના ત્રાસમાંથી મુક્ત કરાવી પાલનપુર સુરક્ષિત સ્થળે ખસેડી હતી. દીકરીને દરરોજ લાકડીથી માર મારવામાં આવતો હતો જેના કારણે તેને પગે ફ્રેક્ચર થયું હતું અને પીઠ ઉપર સળ પડી ગયા હતા.

10 વર્ષની બાળકીને કામ કરવા બાબતે ફટકારતી
જિલ્લાના એક ગામમાં 10 વર્ષની દીકરીને તેની માતા છેલ્લા ચાર વર્ષથી કામ બાબતે ખૂબ જ મારતી હતી પરંતુ પિતાને આ વાત નહીં જાણ ન હતી. માતા દીકરી પર જ્યારે ત્રાસ ગુજારતી ત્યારે પડોશીઓ દરરોજ આ દ્રશ્યો જોતા પણ બાળકીને પૂછતા ડરેલી દીકરી કોઈ જવાબ આપતી નહોતી.

ફ્રેક્ચર થતા માતાનો ભાંડો ફુટ્યો
એક દિવસ માતાએ દીકરીને પગમાં ધોકા વડે માર મારતા ઘરમાં દીકરીને પિતા સામે ચાલતા જોઈ પિતાએ 10 વર્ષની દીકરીને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેની માતા તેને ધોકેને ધોકે માર મારે છે. માતાએ બાળકીને એટલી ડરાવી દીધેલી કે જો તું તારા પિતાને આ વાત કહીશ તો તને ગળે ફાંસો આપી લટકાવી દઈશ તેથી બાળકી મૂંગા મોઢે બધુ જ સહન કરતી હતી. આ બાબતે આજુબાજુ ના રહેતા પડોશી લોકો તેમજ દીકરીના પિતાએ બનાસકાંઠા 181 મહિલા હેલ્પ લાઇન પર મદદ માંગી હતી. 181 મહિલા હેલ્પલાઇનને જાણ થતા તેઓ બાળકીને માતાથી અલગ સુરક્ષિત જગ્યાએ તેના પિતા સાથે મોકલેલ છે અને દીકરી હવે પોતાની માતા સાથે રહેવા માંગતી નથી.

અન્ય સમાચારો પણ છે...