વાહન ચાલકને સજા:ડીસામાં પુરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક રીક્ષા ચલાવનારને કોર્ટે 15 માસની સજા ફટકારી

બનાસકાંઠા (પાલનપુર)3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2015માં બેદરકારીથી રીક્ષા ચલાવી પલટી ખવડાવતા મુસાફરોને ઈજા પહોંચી હતી

ડીસામાં બેફામ બનેલા રિક્ષાચાલકને ડીસાની કોર્ટે 15 માસની સજા ફટકારી છે. રિક્ષા ચાલકે 2015માં બેદરકારીથી રીક્ષા ચલાવી પલટી ખવડાવી દેતા તેમાં બેઠેલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. જે બાબતનો કેસ ડીસા કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેને લઇ ડીસા કોર્ટે રિક્ષાચાલકને બેજવાબદારી રીતે પેસેન્જર વાહન ચલાવવા બદલ 15 માસની કેદની સજા ફટકારી હતી.
રીક્ષા પલટી જતા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી
બનાસકાંઠા જિલ્લામાં ડીસાના વડવાળ નજીક રીક્ષા ચાલકે તેની પેસેન્જર રીક્ષામાં મુસાફરો બેઠેલા હોવા છતાં પણ પુરપાટ ઝડપે રીક્ષા ચલાવતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેથી મુસાફરો ને ઇજાઓ પહોંચી હતી. આ મામલે ડીસા કોર્ટે રીક્ષા ચાલકને 15 માસની સજા ફટકારી છે. આ સમગ્ર કેસની વિગતો અનુસાર માલગઢ નિશાળવાળી ધાણી ખાતે રહેતા વસંત ટાંક ગત તારીખ 16 નવેમ્બર 2015 ના રોજ પોતાની રીક્ષામાં પેસેન્જર ભરી વડાવલ સિમમાંથી હાઇવે તરફ જઈ રહ્યો હતો. તે વખતે રીક્ષા પુરપાટ ઝડપે બેદરકારીથી ચલાવતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેથી તેમાં બેઠેલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. જે બાબતનો કેસ ડીસા કોર્ટમાં ચાલી જતા ડીસાના એડિશનલ ચીફ જ્યૂડીશનલ મેજિસ્ટ્રેટે આરોપી બી વી ટાંકને કલમ 279 ના ગુનામાં પાંચ માસની સજા તેમજ 337ની કલમના ગુનામાં પાંચ માસ અને 338 ના ગુનામાં પાંચ માસ મળી કુલ 15 માસની સજા સંભળાવી હતી. તેમજ રૂપિયા 2000નો દંડ ફટકાર્યો હતો. કોર્ટના આ ચુકાદાના પગલે બેજવાબદારી પૂર્વક પેસેન્જર વાહન ચલાવતા ઈસમોમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...