શાળામાં પાણી:સરવા પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ જતાં બાળકોને કોલેજમાં ખસેડાયા

પાંથાવાડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસથી અવિરત વરસાદ આવતા શાળામાં પાણી તેમજ માટી ભરાઈ

પાંથાવાડાના સરવા પ્રાથમિક શાળામાં વરસાદી પાણી તેમજ માટી ભરાઈ જતા શાળાના બાળકોને નજીકની કોલેજમાં ખસેડવામા આવ્યા હતા. સરવા પ્રાથમિક શાળામાં 204 બાળકો અભ્યાસ કરે છે. શાળા નીચાંણવાળા વિસ્તારમાં હોવાથી રૂમમાં પાણી તેમજ માટી ભરાઈ જતા તંત્ર દોડતું થયું હતું. જ્યાં મંગળવારે પાંથાવાડાના સરપંચ , તલાટી, પીએસઆઇ, દાંતીવાડા મામલતદાર માધવીબેન પટેલ, શિક્ષણ અધિકારી નીરૂબા રાજપુત, તાલુકા વિકાસ અધિકારી અંકિતાબેન ઓઝા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

મામલતદાર માધવીબેન પટેલએ જણાવ્યું હતું કે પાંથાવાડાની સરવા પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાયાની માહિતી મળતા તાત્કાલિક સ્થળ મુલાકાત કરી હતી હાલમાં બાળકોને શિક્ષણનો બગડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા ભાગરૂપે બાજુમાં આવેલી કોલેજમાં બાળકોને શિફ્ટ કરાયા છે. નવા ઓરડા મંજૂર થયેલ છે. ટેન્ડરિંગ પ્રક્રિયા પેન્ડિંગ હોવાથી અમે તાત્કાલિક રજૂઆત કરીશું. શાળાની જગ્યા પાંથાવાડાના ખેડૂતે સવાભાઈ ચૌધરીએ બાળકોને અભ્યાસ માટે દાનમાં આપી હતી તેમજ શાળામાં પૂરતી વ્યવસ્થા ન હોઈ ગ્રામજનોના મદદથી બાળકોને બેસવા માટે શેડ બનાવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...