• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • The Chief Office Of The Corporation Held A Meeting With The Traders Of The Plastic Association And Gave Strict Instructions Regarding The Ban On Plastics.

ડીસાના વેપારીઓ હવે ચેતી જજો:પાલિકાના ચીફ ઓફિસરે પ્લાસ્ટિક એસોસિઅનના વેપારીઓ સાથે બેઠક યોજી પ્લાસ્ટિક પર પ્રતિબંધને લઈ કડક શબ્દોમાં સૂચના આપી

બનાસકાંઠા (પાલનપુર)2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઈ પણ વેપારી શરતોનું પાલન નહીં કરે તેના પર કાર્યવાહી કરવામાં આવશે: ચીફ ઓફિસર

ગુજરાતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ પર કેન્દ્ર સરકાર દ્વારા 1 જૂલાઈ 2022થી સંપૂર્ણ બંધ કરવાનો પરિપત્ર જાહેર કરાયો છે. જેને લઈ આજે ડીસા નગરપાલિકા ચીફ ઓફિસરે પ્લાસ્ટિક એસોસિઅનના વેપારી ઓ સાથે બેઠક કરી હતી,

સૂચના સાથે માર્ગદર્શન
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા જે સિંગલ યુજ પ્લાસ્ટિક જે બેન્ડ કરવાનું થાઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા હેલ્થને હાનિકારક એવા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામા આવશે. જેમાં આજે ડીસા નગરપાલિકા કચેરી ખાતે ડીસા શહેરના પ્લાસ્ટિકના વેપારીઓ સાથે ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી દ્વારા બેઠક બોલાવી હતી. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ બંધ કરવા જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે ડીસા શહેરમાં પ્લાસ્ટિક એસોસિયેશનના તમામ વેપારીઓ દ્વારા પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ બંઘ કરવા ચીફ ઓફિસરને ખાત્રી આપી હતી. શહેરના પ્લાસ્ટિક એસોસિયેશનના તમામ વેપારીઓ પાલિકા કચેરી ખાતે હાજર રહ્યા હતા.

હવે કડક કાર્યવાહી થશે
આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા જે સિંગલ યુજ પ્લાસ્ટિક જે બેન્ડ કરવાનું થાય છે. એના સંદર્ભમાં ડીસા શહેરના પ્લાસ્ટિકના વેપારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં કોઈ પણ વેપારી આ શરતોનું પાલન નહીં કાર તેના પર કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...