પુરવઠા માલગોડાઉન અને સસ્તા અનાજની દુકાનની તપાસ માટે કેન્દ્રની ટીમ બનાસકાંઠા આવી હતી. જેમણે પાલનપુર,દાંતીવાડા અને દાંતા તાલુકામાં સ્થાનિક અધિકારીઓ સાથે પહોંચી ગ્રાહકો પાસેથી માહિતી મેળવી હતી.
રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદો-2013 અંતર્ગત લાભાર્થીઓને વ્યાજબી ભાવે અનાજ પુરૂ પાડી અન્ન સલામતિ આપવાના ભાગરૂપે ગુજરાત રાજય માટેના મોનીટરીંગ ઇન્સ્ટીટયુટ તરીકે Centre For Development Communication & Studies, જયપુર રાજસ્થાનના ડો. ઉપેન્દ્ર કે.સિંઘની નોડલ અઘિકારીની ટીમ અને નિયામક, અન્ન અને નાગરિક પુરવઠા, ગાંઘીનગરની ટીમએ જિલ્લા પુરવઠા ટીમને સાથે રાખી બુધવાર અને ગુરુવારે દાંતીવાડા તેમજ પાલનપુરની વ્યાજબી ભાવની દુકાનોની મુલાકાત કરી ગ્રાહકોના પ્રતિભાવો મેળવ્યા હતા. દુકાનો ઉપરાંત ગુજરાત નાગરિક પુરવઠા નિગમના દાંતીવાડા તથા દાંતા ખાતે આવેલ ગોડાઉનની પણ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.