આબાદ બચાવ:કાર 100 ફૂટ ફંગોળાઈ ગઈ છતાં ચારેય જણાંએ સીટબેલ્ટ બાંધેલો હોઈ એર બેગ ખૂલતાં બચાવ

પાલનપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરના જગાણા નજીક ઓવરટેક કરવા જતાં અકસ્માતમાં મહિલાને ઇજા
  • નડિયાદથી​​​​​​​ માઉન્ટ આબુ ફરવા જતાં પરિવારને અકસ્માત નડ્યો, પિતા અને બે સંતાનોનો બચાવ

પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર જગાણા નજીક ગુરુવારે રાત્રે ઓવરટેક કરવા જતા એક કાર હાઇવે થી ઉતરી 100 ફૂટ નીચે ફંગોળાઈ હતી. અકસ્માતમાં નડિયાદના પરિવારના ચારે સભ્યોએ સીટ બેલ્ટ બાંધ્યો હોઇ તેમજ એર બેગ ખુલી જતા આબાદ બચાવ થયો હતો. એક મહિલાને ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર જગાણા નજીક ગુરુવારે રાત્રે ઓવરટેક કરવા જતા એક કાર હાઇવેથી નીચે ઉતરી 100 ફૂટ ફંગોળાઈ હતી.

અકસ્માતમાં નડિયાદના આઈસાબેન મહંમદસાજીદ શેખ (ઉ.વ.41) ઇજાઓ થવા પામી હતી. જેમને પાલનપુર 108 ના પાયલટ કિરણભાઈ પરમાર અને ઇએમટી પ્રકાશભાઈ તલાટીએ સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યારે તેમના પતિ અને બે સંતાનોને સામાન્ય ઇજા થઈ હતી.નડિયાદ રહેતા આઈસાબેન તેમના પતિ અને એક દીકરી-દિકરા સાથે માઉન્ટ આબુ ફરવા જતા હતા. ત્યારે જગાણા નજીક ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પાછળ બેઠેલા સહિત તમામે સીટ બેલ્ટ બાંધ્યો હોવાથી તેમજ કારની એર બેગ પણ ખુલી જતા તેમનો આબાદ બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...