પિતૃ ઋણ ચૂકવીને પુસ્તક તૈયાર કર્યું:"પ્રથમ પગલું વિશ્વાસ'નું પુસ્તક બ.કાં.ની તમામ સ્કૂલમાં વિનામૂલ્યે અપાશે

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિતૃ ઋણ ચૂકવીને જે પુસ્તક તૈયાર કર્યું છે એ આવનારી પેઢી માટે ઉપયોગી બનશે

પાલનપુરની સરકારી હાઈસ્કૂલમાં 1950 થી 1969 સુધી ઇંગલિશ વિષયના શિક્ષક તરીકે સેવાઓ આપનાર સ્વર્ગીય કૃષ્ણલાલ દયારામ શર્માની ટીચિંગ નોટ્સના આધારે તેમના પુત્ર વેદ વ્યાસ શર્માએ ઇંગ્લિશ ગ્રામર બુક પ્રથમ પગલું વિશ્વાસનું સંપાદિત કરી છે. આ પુસ્તક બનાસકાંઠા જિલ્લાની તમામ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરવા માટે આપવામાં આવશે.

વેદ વ્યાસ શર્માએ જણાવ્યું કે "મારા પિતા આઝાદી પહેલા પાકિસ્તાનના થરપારકર જિલ્લામાં આચાર્ય તરીકે નોકરી કરતા હતા. ભારતના ભાગલા પડતા હિન્દુ બહુમતી વિસ્તાર ધરાવતો થરપારકર વિસ્તાર પાકિસ્તાનમાં તેનો સમાવેશ થઈ ગયો. જેનો બહુ વિરોધ થયો. આખરે મારા પિતા પાકિસ્તાન છોડીને ભારત આવી ગયા અને પાલનપુરમાં સરકારી શાળામાં નોકરી મળી ગઈ. તેમનું અંગ્રેજી વિષયક જ્ઞાન અને ગ્રામર ભણાવવાની ટેક્નિક અન્ય કરતા અલગ હતી અને વિદ્યાર્થી સરળતાથી શીખી જતો હતો. તેમના હાથ નીચે ભણેલા હજારો વિદ્યાર્થીઓ 50 થી 70 વર્ષની ઉંમર ધરાવે છે કેટલાય લોકો ઉચ્ચ સ્થાન ઉપરથી નિવૃત્ત થયા છે."

હાઇકોર્ટના એડવોકેટ યશવંત બચાણી એ જણાવ્યું કે " શર્મા પરિવારે પિતૃ ઋણ ચૂકવીને જે પુસ્તક તૈયાર કર્યું છે એ આવનારી પેઢી માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. અઘરી ગણાતી અંગ્રેજી ભાષાના સરળ શબ્દોમાં વ્યાકરણની ટેક્નિક બનાસકાંઠાની શાળાઓના બાળકોને સરળતાથી શીખવા મળશે એ વાતનો આનંદ છે.

અન્ય સમાચારો પણ છે...